તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
Uncategorized

આહવામાં સફાઈ અને પાણી વિતરણ કર્મચારીઓની સુરક્ષા માટે કોંગ્રેસની પહેલ

આહવામાં સફાઈ અને પાણી વિતરણ કર્મચારીઓની સુરક્ષા માટે કોંગ્રેસની પહેલ

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
કર્મચારીઓને 50 સેફ્ટી જેકેટનું વિતરણ, રાત્રિ દરમિયાન કામગીરીમાં અકસ્માતનું જોખમ ઘટાડવાનો પ્રયાસ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગ્રામ પંચાયતના સફાઈ અને પાણી વિતરણ કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કર્મચારીઓને કુલ 50 સેફ્ટી જેકેટનું વિતરણ કરવામાં આવ્યું…

કર્મચારીઓને 50 સેફ્ટી જેકેટનું વિતરણ, રાત્રિ દરમિયાન કામગીરીમાં અકસ્માતનું જોખમ ઘટાડવાનો પ્રયાસ

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગ્રામ પંચાયતના સફાઈ અને પાણી વિતરણ કર્મચારીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કર્મચારીઓને કુલ 50 સેફ્ટી જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન, ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ તેમજ તાલુકા ન્યાય સમિતિના જીગ્નેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે આહવા શહેરને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મચારીઓ તેમજ લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવામાં પાણી વિતરણ કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનેક વખત તેઓ રાત્રિના સમયે તેમજ રસ્તા પર જોખમી પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

સેફ્ટી જેકેટના ઉપયોગથી કર્મચારીઓની રસ્તા પર વિઝિબિલિટી વધશે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે કામગીરી દરમિયાન અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ મળશે. સાથે જ કર્મચારીઓની ઓળખ પણ સરળ બનશે.

સેફ્ટી જેકેટ મળતાં આહવા ગ્રામ પંચાયતના સફાઈ અને પાણી વિતરણ કર્મચારીઓએ ખુશી વ્યક્ત કરી ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ તથા કોંગ્રેસના આગેવાનોનો આભાર માન્યો હતો. કર્મચારીઓની સુરક્ષા અને સન્માનને પ્રાથમિકતા આપતી આ પહેલને સ્થાનિક સ્તરે સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે.

આજનું ઈ-પેપર વાંચો