તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
સતત અપડેટ થાય છે

તાજા સમાચાર

તાજા સમાચાર

અમારા ન્યૂઝરૂમમાંથી આવતા દરેક સમાચાર.

નવસારી 2 hr ago

નવસારી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો અને બસોનું સઘન ચેકિંગ

નિયમભંગ બદલ ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ, એક વાહન ડિટેઈન; આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે નવસારી : નવસારી જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે વિવિધ શાળાઓના સ્કૂલ વાહનો તથા બાળકોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમભંગ કરનારાં ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો…

વધુ વાંચો
નવસારી 2 hr ago

બીલીમોરા સ્ટેશન રોડ પર ગાદલા-તકિયાની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી

ગણતરીની મિનિટોમાં છ દુકાનો આગની ઝપેટમાં, લાખો રૂપિયાનું નુકસાન; પાંચ ફાયર બમ્બાની મદદથી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં બીલીમોરા : બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલા-તકિયાની દુકાનમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગે જોતજોતામાં આજુબાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લેતાં છ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. બીલીમોરા અને ગણદેવી…

વધુ વાંચો
નવસારી 2 hr ago

પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં મહેસૂલી કર્મચારી મંડળમાં નારાજગી

નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારીઓ ૫મી ઓક્ટોબરે માસ સી.એલ. પર ઉતરશે, ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે નવસારી : મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આગામી ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાની તૈયારી કરી છે. મહેસૂલી કર્મચારીઓના સેવા…

વધુ વાંચો
નવસારી 10 hr ago

જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ

ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…

વધુ વાંચો
વલસાડ 10 hr ago

ધરમપુરના હનમતમાળ ગામની ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

તલાટી સિવાય સંબંધિત વિભાગોના અધિકારીઓ ગેરહાજર રહેતા વીજળી, ખેતી અને રસ્તાના પ્રશ્નોની રજૂઆતમાં મુશ્કેલી વલસાડ : ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે ગત 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી રહી હતી. જેના કારણે ગામના પ્રશ્નોની રજુઆત ન કરી શકતા ગામજનોમાં નારાજગી વ્યાપી હતી. 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજય સરકારે રાજ્યના તમામ ગામનોમાં…

વધુ વાંચો
વલસાડ 10 hr ago

ઉમરગામમાં વકીલોએ ગુજરાત ભાડા વિધેયક-2026ની હોળી કરી વિરોધ નોંધાવ્યો

વહેલી તકે વિધેયક પરત ખેંચવા માંગ, કલેક્ટરને સિવિલ કોર્ટની સત્તા આપવાની જોગવાઈ સામે વાંધો ઉમરગામ : ઉમરગામ બાર એસોસિએશનના વકીલોએ ગુજરાત ભાડા વિધેયક-2026 તથા તેના સંબંધિત પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી વકીલોએ વિધેયકની હોળી કરી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર વહેલી તકે આ વિધેયક પરત ખેંચે અથવા રદ કરે તેવી માંગ કરી…

વધુ વાંચો
નવસારી 10 hr ago

ખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ

ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…

વધુ વાંચો
વલસાડ 10 hr ago

વલસાડ જિલ્લાની પાંચ આઈટીઆઈની થશે કાયાકલ્પ : પીએમ સેતુ યોજના હેઠળ ૨૪૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે

કેન્દ્ર સરકાર ૧૨૦ કરોડ રૂપિયા, રાજ્ય સરકાર ૮૦ કરોડ રૂપિયા અને સ્થાનિક ઉદ્યોગો ૪૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવશે આવનાર ૫ વર્ષમાં તાલીમાર્થીઓને આધુનિક કૌશલ્ય તાલીમ સાથે ઓન-ધ-જોબ ટ્રેનિંગ અને 100 ટકા રોજગારીની તકો મળશે વલસાડ : રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની…

વધુ વાંચો
વલસાડ 10 hr ago

વલસાડ-સુરત વચ્ચે નવી મેમુ ટ્રેનનો શુભારંભ, મુસાફરોમાં ખુશીની લહેર પ્રસરી

સાંસદ ધવલભાઈ અને જિ.પં.પ્રમુખ હેતલબેને વલસાડ સ્ટેશને લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવી વલસાડ : વલસાડના દૈનિક મુસાફરો, નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને રેલવે બોર્ડ દ્વારા વલસાડથી સુરત વચ્ચે વધુ એક ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ…

વધુ વાંચો
નવસારી 11 hr ago

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને આવાસના વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા

હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ નવસારી જિલ્લાના ૬૦૫ આવાસો મંજૂર, હળપતિ પરિવારોને આવાસ નિર્માણ માટે ૧.૭૦ લાખની આર્થિક સહાય અપાઈ નવસારી : ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ ચીખલીના દિનકર ભવન ખાતે…

વધુ વાંચો
નવસારી 2 days ago

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

વધુ વાંચો
નવસારી 2 days ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો