તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખે ગિરમાળ ગીરાધોધની મુલાકાત લીધી

પ્રવાસન વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવા ખાત્રી આપી

South Republic DeskSunday, 30 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
પ્રવાસન વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવા ખાત્રી આપી

આહવા : આજે રક્ષાબંધનના પાવન પર્વ પર ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખે સુબિર તાલુકાના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો સાથે પ્રકૃતિના અદભુત આશીર્વાદ સમાન ડાંગ જિલ્લાના વિશ્વવિખ્યાત ગિરમાળ ગીરાધોધની અચાનક મુલાકાત લીધી હતી.

ચોમાસાની ઋતુમાં ગીરાધોધની નયનરમ્ય સુંદરતા માણવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા ભોગવાતી પાયાની ભૌતિક સુવિધાઓની અછત અને સમસ્યાઓની ગંભીર નોંધ લીધી હતી.

પ્રખ્યાત પ્રવાસન સ્થળ તરીકે ગીરાધોધ ખાતે પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સ્થાનિક આદિવાસી સમાજની રોજગારીને ધ્યાનમાં રાખીને પ્રમુખે સ્થળ પર જઈને જમીની સ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું હતું.

અને તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ખાત્રી આપી હતી કે, ડાંગના આ પ્રાકૃતિક વારસાને એક આદર્શ અને સુસજ્જ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પંચાયત અને રાજ્ય સરકાર પૂર્ણ રીતે કટિબદ્ધ છે.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે ગીરાધોધ વિસ્તારમાં નેટવર્કના અભાવે પ્રવાસીઓ અને સ્થાનિકોને સંપર્ક કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

જે સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ધોરણે બીએસએનએલનું મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા, પ્રવાસન સ્થળની પ્રાકૃતિક સુંદરતા અને ગરિમા જળવાઈ રહે તે માટે યોગ્ય સ્થળોએ કચરાપેટીઓ મુકવાની અને પ્રવાસીઓની સગવડ માટે શૌચાલય-બાથરૂમ જેવી આવશ્યક ભૌતિક સુવિધાઓનું ટૂંક સમયમાં નિર્માણ કરવા ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી સમક્ષ વિશેષ રજૂઆત કરી જરૂરી ગ્રાન્ટ અને પ્રોજેક્ટસ મંજૂર કરાવવામાં ખાત્રી આપી છે.

સાથે જ પ્રવાસન ક્ષેત્રના સુઆયોજિત વિકાસ દ્વારા સ્થાનિક આદિવાસી ગ્રામજનોને પોતાના ગામમાં જ રોજીરોટીના નવા સાધનો મળી રહે તેવું નક્કર આયોજન હાથ ધરાશે.

જિલ્લા પંચાયત પ્રમુખની આ સરાહનીય મુલાકાત અને તમામ સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરીથી સ્થાનિક ગ્રામજનો અને પ્રવાસીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

ડાંગ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાની દિશામાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.

ફોટો ગેલેરી

ગીરાધોધ ખાતે ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ

સંબંધિત સમાચાર

ડાંગ 7 days ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો
ડાંગ 7 days ago

ઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો

સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…

વધુ વાંચો
ડાંગ 7 days ago

તેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા

પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…

વધુ વાંચો
ડાંગ 7 days ago

ખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન

કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો