તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ગુજરાત

જય ગણેશના પ્રચંડ નાદ સાથે નારગોલ શિવકથામાં ગણેશપ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

Ganesh Pragatya Utsav celebrated at Nargol Shiv Mahapuran Katha, Umargam

South Republic DeskWednesday, 26 August 2026 2 મિનિટ વાંચન · 46 days ago 0
નારગોલના જગદંબાધામ ખાતે આયોજિત શિવમહાપુરાણ કથાના પાંચમા દિવસે ગણેશ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન ગણેશના વધામણાં લીધા હતા.

ઉમરગામ : ભંડારી સમાજ નારગોલ દ્વારા ભોજનાલયના લાભાર્થે આયોજિત જગદંબાધામ નારગોલમાં વિશ્વ વિખ્યાત સમર્થ કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની શિવમહાપુરાણ કથામાં આજે ગણેશ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

પાંચમા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયા બાદ ભાગ્યશાળી મનોરથી યજમાનો દ્વારા પાર્થિવ શિવલિંગનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ. ગણેશ પ્રાગટ્યની કથા કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે માણસ સુવે પોતાની મરજીથી જયારે ઉઠે છે ભગવાન શિવજીની મરજી થી, શિવનામ ભજવાથી જીવનમા કરેલું સત્કાર્ય અકબંધ રહે છે, એકાદશી, સોમવાર અને શ્રાવણ માસનો ત્રિવેણી સંગમ જગદંબા ધામ નારગોલમા થયો છે.

સંસારમા મનુષ્યને કેવલ ભ્રમ જ સતાવે છે, માયાના આવરણમા જીવતો જીવ સત્યને પામી શકતો નથી, મુન સુધી ગયો માણસ પણ એક ઘરમા એક બીજાના મન સુધી ના જઈ શક્યો, હરીના સ્મરણમા હર (મહાદેવ) ડૂબેલા રહે છે જયારે હરના સ્મરણમા હરી (વિષ્ણુ) ડૂબ્યા રહે છે. આ સંસારમા દુઃખી થવાનુ સૌથી મોટુ કારણ ગેરસમજ છે.

“આ સંસારમાં દુઃખી થવાનું સૌથી મોટું કારણ ગેરસમજ છે.” – કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ

શિવ યતીનભાઈ ભંડારી ભગવાન ગણેશ અને કાર્તિકે પ્રિયાંસ ઓજસ પટેલ બનીને પધાર્યા હતા.

આ પ્રસંગે ઉમેશભાઈ પટેલ ગોવાડા, કલગામ સરપંચ રોહિતભાઈ હળપતી, પિલાબેન પરસોત્તમ ભંડારી નિવૃત્ત આચાર્ય દેહરી, તુષારભાઈ પટેલ ઉધોગપતિ (આર્યા એનર્જી), રાજેશ રતનજી પટેલ આરઆર કન્સ્ટ્રક્શન નારગોલ, અશ્વિનભાઇ કોન્ટ્રાકટર, શશીકાંત પટેલ ફણસા દ્વારા ભગવાન ગણેશનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ.

ભૂદેવો દ્વારા ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. હાથમાં પુષ્પ લઇને ભગવાન ગણેશના આગમનના વધામણાં લીધા હતા. ગંધર્વ વૃંદ દ્વારા શિવ આરાધના કરવામાં આવી હતી.

આજે કથામા ઉમરગામના ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, ગણેશભાઈ બારી, માછી સમાજ નારગોલના આગેવાનો શૈલેષ હોડીવાલા, નરેન્દ્ર માછી, ઉપેન્દ્ર ટંડેલ, દામુભાઈ, મનોજભાઈ માછી, રાજાભાઈ ભરવાડ ઉમરગામ, જયશ્રીબેન યોગેશભાઈ શુક્લ, ઉમેશભાઈ પટેલ ગોવાડા, કલગામ સરપંચ રોહિતભાઈ હળપતી, પિલાબેન પરસોત્તમ ભંડારી દેહરી, જશુંભાઈ માહ્યાવંશી આહુ, મહિલા મંડળ દહાણુ, મહિલા મંડળ દહેરી, શશીકાંત પટેલ ફણસા, ડો. પ્રમોદભાઈ પટેલ, નયનાબેન કોટવાલ, ચેતનભાઈ ગજરે, મયુરીબેન બારી મેહમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત યતીનભાઈ ભંડારી, સ્વીટીબેન ભંડારી અને શિવમહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ફોટો ગેલેરી

ગણેશ પ્રાગટ્ય ઉત્સવ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન અને ભજનમાં ભાગ લીધો.
શિવમહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
ડાંગ 4 days ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો