Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માંગ, મહિલા સરપંચની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

નારગોલમાં દારૂબંધી હળવી કરવાની માંગ, મહિલા સરપંચની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

South Republic DeskMonday, 31 August 2026 1 min read · 2 hr ago 0
પ્રવાસનને વેગ આપવા, સ્થાનિક રોજગારી વધારવા અને નવા રોજગાર સ્ત્રોતો વિકસાવવા દારૂબંધીના નિયમોમાં હળવાશ લાવવાની માંગ વલસાડ : ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં દારૂબંધી હળવી કરવાની માંગ ઉઠી છે. નારગોલના મહિલા સરપંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ગામમાં દારૂબંધી હળવી કરવા માંગ કરવામાં આવી છે. નારગોલ ગામને રળિયામણા દરિયા કિનારા અને કુદરતી સૌંદર્યની ભેટ મળી છે.…

પ્રવાસનને વેગ આપવા, સ્થાનિક રોજગારી વધારવા અને નવા રોજગાર સ્ત્રોતો વિકસાવવા દારૂબંધીના નિયમોમાં હળવાશ લાવવાની માંગ

વલસાડ : ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં દારૂબંધી હળવી કરવાની માંગ ઉઠી છે.

નારગોલના મહિલા સરપંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ગામમાં દારૂબંધી હળવી કરવા માંગ કરવામાં આવી છે. નારગોલ ગામને રળિયામણા દરિયા કિનારા અને કુદરતી સૌંદર્યની ભેટ મળી છે. જેના કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નારગોલની મુલાકાત લે છે. સંઘ પ્રદેશ દમણ, દાદરા-નગર હવેલી અને મહારાષ્ટ્ર સાથે જમીની તેમજ દરિયાઈ માર્ગે જોડાયેલો ઉમરગામ તાલુકો ગુજરાતમાં આવતો હોવાથી અહીં દારૂબંધીનો કાયદો અમલમાં છે.

મહિલા સરપંચની રજૂઆત મુજબ, નારગોલમાં પ્રવાસનને વધુ વેગ મળે, સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થાય અને નવા રોજગાર સ્ત્રોતો વિકસે તે માટે દારૂબંધીના નિયમોમાં હળવાશ લાવવી જરૂરી છે.

જોકે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની ગેરકાયદેસર ઉપલબ્ધતા અંગે અવારનવાર સવાલો ઉઠતા રહે છે. ત્યારે નારગોલના મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલી આ લેખિત રજૂઆતે સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર નારગોલના પ્રવાસન વિકાસ અને રોજગારીના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે.

આજનું ઈ-પેપર વાંચો