તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ૨૯૬ શાળાઓમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ૨૯૬ શાળાઓમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
૫૮,૨૧૦ વિદ્યાર્થીઓ, ૨,૮૬૪ શિક્ષકો તથા ૧,૭૮૭ વાલીઓ અને અન્ય સભ્યો જોડાયા; સફાઈ અને વૃક્ષારોપણથી ‘સ્વચ્છ શાળા–સ્વચ્છ સમાજ’નો સંદેશ વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત ૨૦૪૭: સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના કુલ ૨૯૬ સરકારી, અનુદાનિત તથા બિનઅનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આશરે ૫૮,૨૧૦ વિદ્યાર્થીઓ, ૨,૮૬૪ શિક્ષકો…

૫૮,૨૧૦ વિદ્યાર્થીઓ, ૨,૮૬૪ શિક્ષકો તથા ૧,૭૮૭ વાલીઓ અને અન્ય સભ્યો જોડાયા; સફાઈ અને વૃક્ષારોપણથી ‘સ્વચ્છ શાળા–સ્વચ્છ સમાજ’નો સંદેશ

વલસાડ જિલ્લામાં ‘વિકસિત ભારત ૨૦૪૭: સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના કુલ ૨૯૬ સરકારી, અનુદાનિત તથા બિનઅનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આશરે ૫૮,૨૧૦ વિદ્યાર્થીઓ, ૨,૮૬૪ શિક્ષકો તથા ૧,૭૮૭ વાલીઓ અને અન્ય સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજશ્રી ટંડેલના દિશાનિર્દેશન હેઠળ શાળાઓમાં સ્વચ્છતા તથા પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. શાળા પરિસર, રમતના મેદાન અને આસપાસના વિસ્તારોની સફાઈ સાથે પ્લાસ્ટિક તથા અન્ય કચરાનું એકત્રીકરણ અને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાન ઉપરાંત વૃક્ષારોપણ, ઔષધીવનનું નિર્માણ અને સ્વચ્છતા અંગે શપથ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ કામગીરી દ્વારા ‘સ્વચ્છ શાળા–સ્વચ્છ સમાજ’નો સંદેશ આપવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સમગ્ર સ્ટાફે પણ શ્રમજીવી વિદ્યાલયના પરિસરની સફાઈ કરીને અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વયં શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. શાળાઓએ માઈક્રો પ્લાનિંગ તૈયાર કરીને કાર્યક્રમનું આયોજનબદ્ધ અમલીકરણ કર્યું હતું.

વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા શાળા પરિવારના સભ્યોની ભાગીદારીથી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સ્વચ્છતાને માત્ર એક દિવસની પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રાખતાં જીવનશૈલીનો ભાગ બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.

આજનું ઈ-પેપર વાંચો