તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
વલસાડ

વલસાડના મગોદ ડુંગરી ગામમાં આધુનિક કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન

વલસાડના મગોદ ડુંગરી ગામમાં આધુનિક કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 1 day ago 0
અતુલ કંપનીની CSR ભાગીદારીથી માછી મહાજન પંચ દ્વારા નિર્માણ; સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રામજનોને મળશે સુવિધા વલસાડ : વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ડુંગરી ગામમાં ગ્રામજનોની સામાજિક, સાંસ્કૃતિક અને સામુદાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અતુલ કંપનીના હોલ ટાઈમ ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ વિવેક ગદરેના હસ્તે કરવામાં આવ્યું…

અતુલ કંપનીની CSR ભાગીદારીથી માછી મહાજન પંચ દ્વારા નિર્માણ; સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રામજનોને મળશે સુવિધા

વલસાડ : વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ડુંગરી ગામમાં ગ્રામજનોની સામાજિક, સાંસ્કૃતિક અને સામુદાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અતુલ કંપનીના હોલ ટાઈમ ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ વિવેક ગદરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

અતુલ કંપનીની સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગતની આર્થિક ભાગીદારીથી માછી મહાજન પંચ દ્વારા નિર્માણ કરવામાં આવેલા આ કોમ્યુનિટી હોલનો ઉપયોગ ગ્રામજનો લગ્ન પ્રસંગો, સામાજિક બેઠકો, મહિલા અને યુવા પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો તથા અન્ય જાહેર અને સામુદાયિક કાર્યક્રમો માટે કરી શકશે.

લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ગામના વિકાસમાં ભૌતિક સુવિધાઓની સાથે લોકોના સામાજિક અને સામુદાયિક જીવનને મજબૂત બનાવતી સુવિધાઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ કોમ્યુનિટી હોલ ગ્રામજનો માટે લાંબા સમય સુધી ઉપયોગી અને લાભદાયી સંપત્તિ સાબિત થશે.

આ પ્રસંગે અતુલ કંપનીના અધિકારીઓ ગૌતમ દેસાઈ, હિતેન દેસાઈ, અજીતસિંઘ બત્રા, સુધાકર શેટ્ટી, ડો. નિયુત શાહ, આભાસ દાસ તેમજ માછી મહાજન પંચના પ્રમુખ ગોવિંદભાઈ ટંડેલ, ઉપપ્રમુખ રામુભાઈ ટંડેલ, સુરેશભાઈ ટંડેલ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માછી મહાજન પંચના આગેવાનોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ થતાં ગામમાં વિવિધ સામાજિક અને જાહેર કાર્યક્રમો વધુ સુવ્યવસ્થિત રીતે યોજી શકાશે.

આજનું ઈ-પેપર વાંચો