તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ક્રાઈમ

કચીગામમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર

Newborn body found near Zari bridge in Kachigam, Daman

South Republic DeskWednesday, 26 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
કચીગામ સ્થિત ઝરી બ્રિજ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી.

દમણ : કચીગામ સ્થિત ઝરી બ્રિજ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોને મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં મેડિકલ ટીમે પ્રાથમિક તપાસમાં નવજાત શિશુનો જન્મ થયાને આશરે એકથી બે દિવસ થયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે શિશુની ચોક્કસ ઉંમર અને મૃત્યુનું કારણ મેડિકલ તપાસ તથા રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસે મૃતદેહને કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નવજાત શિશુનો મૃતદેહ ઝરી બ્રિજ નજીક કેવી રીતે પહોંચ્યો તથા ઘટનામાં કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ફોટો ગેલેરી

ઘટનાસ્થળે પહોંચેલી શબવાહિની અને પોલીસ કર્મચારીઓ
સંવેદનશીલ દૃશ્યફોટો જુઓ
ઝરી બ્રિજ નજીકનું ઘટનાસ્થળ · સંવેદનશીલ દૃશ્ય
પોલીસ કર્મચારીઓ સાથે શબવાહિની — પાછળનું દૃશ્ય

સંબંધિત સમાચાર

ક્રાઈમ 45 days ago

મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં લુંટ કરી ઇકો કારમાં ભાગતા 4 આરોપી ગુંદલાવ હાઇવે પરથી ઝડપાયા

પાલઘરમાં સોનાની ચેઈનની લુંટ કરી ઇકો કારમાં સુરત તરફ ભાગતા ચાર આરોપીઓને વલસાડ એલ.સી.બી. પોલીસે ગુંદલાવ હાઇવે પરથી ઝડપી પાડ્યા.

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો