તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ક્રાઈમ

મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં લુંટ કરી ઇકો કારમાં ભાગતા 4 આરોપી ગુંદલાવ હાઇવે પરથી ઝડપાયા

મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં લુંટ કરી ઇકો કારમાં ભાગતા 4 આરોપી ગુંદલાવ હાઇવે પરથી ઝડપાયા

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 2 મિનિટ વાંચન · 45 days ago 0
પાલઘરમાં સોનાની ચેઈનની લુંટ કરી ઇકો કારમાં સુરત તરફ ભાગતા ચાર આરોપીઓને વલસાડ એલ.સી.બી. પોલીસે ગુંદલાવ હાઇવે પરથી ઝડપી પાડ્યા.

વલસાડ : નેશનલ હાઈવે નં. 48 ઉપર ગુંદલાવ ગામ પાસેથી વલસાડ એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં લુંટ કરી ઇક્કો કારમાં સુરત તરફ ભાગતા 4 આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

4 આરોપી ઝડપાયા | 13 ગ્રામ સોનાની ચેઈન ₹1.70 લાખ | કુલ મુદ્દામાલ ₹4.70 લાખ

મળતી માહિતી મુજબ, ગત 24મીએ મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના વાડા પોલીસ મથક વિસ્તારમાં 4 અજાણ્યા ઇસમોએ પહેરેલી સોનાની ચેઈનની લુંટ કરી એક સફેદ રંગની મારુતિ ઈક્કો કાર (નં. જીજે-05-આરએસ-9757) માં બેસી પાલઘર જીલ્લાથી નેશનલ હાઈવે નં. 48 ઉપર થઇ સુરત તરફ નાશી રહ્યા હોવાની માહિતી મળી હતી.

જેના આધારે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના પી.આઈ. એ.યુ.રોઝને સુચના આપી હતી.

જેથી વલસાડ એલ.સી.બી. પોલીસે વલસાડ જીલ્લાની હદ વિસ્તારમાં જરૂરી વોચ ગોઠવી નાકાબંધીમાં હતા. દરમિયાન લુટારુઓની સફેદ રંગની ઇક્કો કાર (નં. જીજે-05-આરએસ-9757) આવતા પોલીસે તેને રોકી કારમાં સવાર ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા.

જેમાં સુરત ભેસ્તાન આવાસ ઉમ્મીદનગરમાં રહેતા મુજ્જમીલ અસફાક સવાની, સુરત ભેસ્તાન આવાસમાં રહેતા અસ્ફાક અલી ઉર્ફે બાબુ ઉર્ફે બાઘા મેહમુદ અલી સૈયદ, ભેસ્તાન આવાસ ઉમ્મીદનગરમાં રહેતા સુફિયાન નાજીમ શેખ અને આસિફા ઉર્ફે હીના અમઝદ પઠાણને ઝડપી પાડયા હતા.

સાથે જ પોલીસે 1.70 લાખની 13 ગ્રામની સોનાની ચેઈન અને 3 લાખ રૂપિયાની ઇક્કો કાર મળી કુલ્લે 4.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે પાલઘર એલ.સી.બી. બ્રાંચને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓના ઈતિહાસ ગુનાહિત

વલસાડ : વલસાડ એલ.સી.બી. પોલીસે લુંટના ગુનામાં ઝડપી પાડેલા ચાર આરોપીઓ પૈકી 3 આરોપીઓના ઈતિહાસ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે.

અસ્ફાક અલી ઉર્ફે બાબુ ઉર્ફે બાઘા મેહમુદ અલી સૈયદ વિરુદ્ધ સુરત શહેર ડી.સી.બી. પોલીસ મથકે, ઉમરા પોલીસ મથકે, મહિધરપુરા પોલીસ મથકે અને મહારાષ્ટ્રમાં પાલઘરના કાસા પોલીસ મથકે ગુનાઓ નોંધાયા છે.

સુફિયાન નાજીમ શેખ સુરતના સલાબતપુરા પોલીસ મથકે 2 ગુનાઓ અને કાપોદ્રા પોલીસ મથકે ગુનાઓ નોંધાયા હતા.

મુજ્જમિલ અસફાક સવાની વિરુદ્ધ પાલઘરના કાસા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સંબંધિત સમાચાર

ક્રાઈમ 46 days ago

કચીગામમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર

કચીગામ સ્થિત ઝરી બ્રિજ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી.

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો