તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એઆઈથી સજ્જ નવસારીના નમો કમલમનું લોકાર્પણ કરાશે

PM Modi to inaugurate AI-equipped Namo Kamalam office in Navsari

સાઉથ રિપબ્લીક બ્યુરોSunday, 30 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે નવસારીની મુલાકાતે આવશે અને નેશનલ હાઇવે નં. 48 પર ગ્રીડ નજીક નિર્માણ પામેલા નવસારી જિલ્લા ભાજપના અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે.

{"નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8મી સપ્ટેમ્બરે નવસારીની મુલાકાતે આવનાર છે. તેઓ નેશનલ હાઇવે નં. 48 પર ગ્રીડ નજીક નિર્માણ પામેલા નવસારી જિલ્લા ભાજપના અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આ નામો કમલમ આશરે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું બાંધકામ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં પોણા બે વર્ષનો સમય લાગ્યો છે. કોર્પોરેટ શૈલીમાં તૈયાર કરાયેલા આ કાર્યાલયમાં એઆઈ ટેકનોલોજી, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, આધુનિક કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.","નવસારી શહેરમાં આવેલું જૂનું ભાજપ કાર્યાલય સમય જતાં સંગઠનના વિસ્તરણ અને કાર્યકરોની વધતી સંખ્યાને કારણે નાનું પડવા લાગ્યું હતું. કાર્યકરોની અવરજવર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને હાઈવે નજીક વિશાળ જગ્યા પસંદ કરી નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘નમો કમલમ’માં ડિજિટલ કામગીરીને ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ તથા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સેંકડો કાર્યકરો એકસાથે બેસી શકે તેવું વિશાળ ઓડિટોરિયમ અને મહત્વપૂર્ણ બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષના પદાધિકારીઓ અને બહારથી આવતા નેતાઓ માટે અલગ કેબિનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર કાર્યાલયને આધુનિક કોર્પોરેટ ઓફિસની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.","વડાપ્રધાન મોદી દ્વારા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ થવાનું હોવાથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં ગુજરાતના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે."}

સંબંધિત સમાચાર

નવસારી 7 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
ડાંગ 7 days ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો