તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

વિજલપોરમાં શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડનું ખાતમુહૂર્ત

વિજલપોરમાં શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડનું ખાતમુહૂર્ત

South Republic DeskTuesday, 15 September 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે રૂ. 3.62 કરોડના વિકાસકાર્યનો પ્રારંભ; લાંબા સમયથી જર્જરિત રોડની સમસ્યાથી રહીશોને રાહત મળશે નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને વેગ આપવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિજલપોર વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગને રૂ. 3.62 કરોડના ખર્ચે સંપૂર્ણ…

જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે રૂ. 3.62 કરોડના વિકાસકાર્યનો પ્રારંભ; લાંબા સમયથી જર્જરિત રોડની સમસ્યાથી રહીશોને રાહત મળશે

નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને વેગ આપવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિજલપોર વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગને રૂ. 3.62 કરોડના ખર્ચે સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ તરીકે વિકસાવવાના મહત્વપૂર્ણ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ માર્ગનું આધુનિકીકરણ થતાં વિસ્તારના નાગરિકોને વધુ મજબૂત, ટકાઉ અને સુવિધાયુક્ત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે. શહેરમાં વધતા ટ્રાફિક અને સ્થાનિકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ વિકાસકાર્યને નવસારી મહાનગરપાલિકાની માળખાકીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશભાઈ પુરોહિત, બાંધકામ સમિતિના ચેરમેન સુનીલ લાંજેવાર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ખાતમુહૂર્ત પ્રસંગે વિકાસકાર્ય સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોડનું કામ પૂર્ણ થયા બાદ વિજલપોર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સરળ અને સુરક્ષિત અવર-જવર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે શિવાજી ચોકથી આશાપુરી માતાના મંદિર સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેના કારણે સ્થાનિક રહીશોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી હતી. સાથે જ રોડનું લેવલ ઊંચું હોવાથી વરસાદી પાણી આસપાસની દુકાનો અને ઘરોમાં પ્રવેશતું હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી.

રોડની ખરાબ પરિસ્થિતિ અંગે સમયાંતરે સાઉથ રિપબ્લિક દ્વારા પણ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાએ અહીંના ડામર રોડને બદલે વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનાવવાનું કામ મંજૂર કર્યું છે. આ રોડનું કામ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી ચાલી આવતી માર્ગ અને વરસાદી પાણીની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

મરોલીમાં થારના બોનેટ અને દરવાજા પર ઉભા રહી સ્ટંટ કરનાર યુવાનો ઝડપાયા

પુરઝડપે કાર હંકારી જોખમી સ્ટંટબાજી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે 5 યુવાનો સામે કાર્યવાહી કરી નવસારી : મરોલીમાં થાર કારના બોનેટ અને દરવાજા પર યુવાનોને ઉભા રાખી પુરઝડપે કાર હંકારી જોખમી સ્ટંટબાજી કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મરોલી પોલીસે વીડિયોના આધારે પાંચ યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી…

વધુ વાંચો
નવસારી 3 hr ago

ઉનાઈ માતાના મંદિર ખાતેથી ઉનાઈથી વડનગર સેવાયાત્રા બાઈક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

રાજ્યના 4 પવિત્ર ધામોથી એકસાથે શરૂ થયેલી યાત્રાઓ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે; માર્ગમાં સફાઈ, મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર અને પ્રજા પ્રત્યેની સતત 25 વર્ષની સેવાયાત્રા નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે નવસારી જિલ્લાના પવિત્ર…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારીમાં પાવર ગ્રીડના વળતર બાબતે ખેડૂતો સીએમને રજૂઆત કરશે

જલાલપોર અને નવસારી ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ; જૂની લાઈનોને પણ એમઆરસી હેઠળ લાવી સમાન વળતર આપવાની માંગ નવસારી : નવસારી જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈનોને કારણે ખેડૂતોને થઈ રહેલા નુકસાન અને વળતર મુદ્દે સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં…

વધુ વાંચો
નવસારી 3 hr ago

વાંસદામાં 5 ઈંચ, નવસારીમાં 3 અને જલાલપોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો; કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર રહી નવસારી : નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાંસદા તાલુકામાં સૌથી વધુ 5.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં 3 ઇંચ અને જલાલપોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો