Sunday, 30 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 1 hr ago 0
ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે […]

ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ

નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે ત્રણ મહિના અગાઉ એક સ્થળે ગટર ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિકોમાં ગટરમાં પડી જવાના અકસ્માતની ભીતિ ઉભી થઈ છે.

આ બાબતે નવસારી મહાનગરપાલિકાને જાણ કરવામાં આવ્યા બાદ કોઈ વ્યક્તિ ગટરમાં ન પડે તે માટે સ્થળ પર બેરીકેટ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં લગભગ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં તૂટેલા સ્લેબનું રિપેરિંગ કે નવો સ્લેબ મૂકવાની કામગીરી કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક રહીશો જોખમ વચ્ચે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે.

ચિંતાજનક બાબત એ છે કે એક જગ્યાએ તૂટેલા સ્લેબનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી ત્યારે ગટર ઉપર અન્ય એક સ્થળે પણ સ્લેબ તૂટવાની સ્થિતિમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પસાર થતી વખતે આ સ્લેબ તૂટી પડે તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે.

સ્થાનિક રહીશોએ નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓને પ્રજાપતિ વાડી પાછળના વિસ્તારની તાત્કાલિક મુલાકાત લઈ જોખમી સ્લેબનું સમારકામ કરાવવા અને સુરક્ષિત અવરજવર માટે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 42 min ago

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા […]

Read more
નવસારી 48 min ago

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની […]

Read more
નવસારી 56 min ago

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી […]

Read more
નવસારી 1 hr ago

સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ

આત્મા પ્રોજેક્ટ હેઠળ માળગા ક્લસ્ટરના ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ડાંગ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રેરિત કરવા તેમજ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધારવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના માળગા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાંબલા, માળગા અને મોહપાડા […]

Read more
આજનું ઈ-પેપર વાંચો