Sunday, 30 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 49 min ago 0
મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની […]

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ

પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારી : મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતી એક યુવતીનો વીડિયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ મરોલી પોલીસે મોપેડની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી બોરસી-માછીવાડ ગામે મોપેડ માલિકના ઘરે છાપો મારી માતા-પુત્રીને ઝડપી પાડી હતી. પોલીસે ₹14,400ની કિંમતનો વિદેશી દારૂ અને મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મરોલી-ઉભરાટ રોડ પરથી એક યુવતી મોઢા પર ઓઢણી બાંધી મોપેડ નં. GJ-21-DE-5952 પર જઈ રહી હતી. મોપેડના આગળના ભાગમાં રાખેલી થેલી અંગે કેટલાક સ્થાનિકોને શંકા જતા તેમણે યુવતીને રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી.

વાયરલ વીડિયોમાં દેખાતી મોપેડની નંબર પ્લેટના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મોપેડ જલાલપોર તાલુકાના બોરસી-માછીવાડ ગામના બસ સ્ટોપ ફળિયામાં રહેતી બેલાબેન હિતેશભાઈ ટંડેલની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમના ઘરે છાપો મારી બેલાબેન હિતેશભાઈ ટંડેલ તથા રેખાબેન હિતેશભાઈ ટંડેલને ઝડપી પાડ્યા હતા.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 43 min ago

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા […]

Read more
નવસારી 58 min ago

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી […]

Read more
નવસારી 1 hr ago

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે […]

Read more
નવસારી 1 hr ago

સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ

આત્મા પ્રોજેક્ટ હેઠળ માળગા ક્લસ્ટરના ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ડાંગ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રેરિત કરવા તેમજ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધારવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના માળગા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાંબલા, માળગા અને મોહપાડા […]

Read more
આજનું ઈ-પેપર વાંચો