તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવા સિવિલ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ મામલે ગંભીર સવાલો

આહવા સિવિલ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ મામલે ગંભીર સવાલો

South Republic DeskMonday, 05 October 2026 2 મિનિટ વાંચન · 1 hr ago 0
રહેણાંક વિસ્તાર નજીક ખાડો ખોદી કચરો દાટ્યાના આક્ષેપથી ચકચાર ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગત 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઠાવીને નજીકના રહેણાંક વિસ્તાર પાસે આવેલી જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદી દાટવામાં આવ્યો…

રહેણાંક વિસ્તાર નજીક ખાડો ખોદી કચરો દાટ્યાના આક્ષેપથી ચકચાર

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગત 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઠાવીને નજીકના રહેણાંક વિસ્તાર પાસે આવેલી જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદી દાટવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, બાયોમેડિકલ વેસ્ટ માટે ખાડો ખોદીને તેમાં કચરો નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માટીથી ઢાંકી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો આ બાબત સાચી હોય તો હોસ્પિટલમાંથી નીકળતા સંભવિત ચેપકારક અને જોખમી બાયોમેડિકલ કચરાના નિકાલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. સ્થાનિકોમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટવાથી વરસાદી પાણી, જમીન અને આસપાસના વાતાવરણ પર કોઈ પ્રતિકૂળ અસર તો નહીં થાય ને? ખાસ કરીને રહેણાંક વિસ્તાર નજીક આવી કામગીરી કરવામાં આવી હોય તો આસપાસના લોકોના આરોગ્ય અંગે પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે.

આ મામલે માત્ર કાગળ પર જવાબ આપવાને બદલે સંબંધિત આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી, દાટવામાં આવેલા કચરાનો પ્રકાર અને નિકાલની પદ્ધતિની તપાસ કરવામાં આવે, તેવી માંગ ઉઠી રહી છે. જો નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું તપાસમાં સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં બેદરકારી માટે કોઈપણ પ્રકારની ઢીલ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ગંભીર આક્ષેપો અંગે આહવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા આરોગ્ય તંત્ર શું સ્પષ્ટતા કરે છે અને સ્થળ તપાસ ક્યારે હાથ ધરે છે તે હવે જોવાનું રહેશે.

રહેણાંક વિસ્તાર નજીક બાયોવેસ્ટનો નિકાલ કેમ?

સૌથી મોટો સવાલ એ છે કે રહેણાંક વિસ્તારની નજીક બાયોમેડિકલ વેસ્ટ દાટવાની મંજૂરી કયા નિયમો હેઠળ આપવામાં આવી? બાયોમેડિકલ કચરાના યોગ્ય વર્ગીકરણ, સંગ્રહ, પરિવહન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલની વ્યવસ્થા હોવા છતાં જો હોસ્પિટલ પરિસરમાં જ ખાડો ખોદીને આવો કચરો દાટવામાં આવ્યો હોય તો આ સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જરૂરી બની છે.

હોસ્પિટલ તંત્રની જવાબદારી શું?

આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે શું હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા છે? 27 સપ્ટેમ્બરે કચરો કોણે ઉઠાવ્યો? જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદવાની મંજૂરી કોણે આપી? કચરામાં કયા પ્રકારનો બાયોમેડિકલ વેસ્ટ હતો? અને તેનો નિકાલ કઈ મંજૂર પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યો? તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠવા પામ્યા છે.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

આહવા સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો : અધૂરા મેડિકલ રિપોર્ટના આધારે દિવ્યાંગતા પ્રમાણપત્ર ઈશ્યુ કર્યાનો આક્ષેપ!

વલસાડના સહી-સિક્કા વગરના રિપોર્ટને માન્ય રાખી પ્રમાણપત્ર આપ્યાનો આરોપ, જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ ડાંગ : ડાંગ જિલ્લાની આહવા જનરલ હોસ્પિટલના વહીવટી અને તબીબી તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના જ સત્તાવાર સહી-સિક્કા વિનાના તબીબી રિપોર્ટ્સને આધારે સરકારી દિવ્યાંગતા પ્રમાણપત્ર (Disability Certificate) ઇશ્યુ કરી દેવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં…

વધુ વાંચો
ડાંગ 3 hr ago

ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા

સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…

વધુ વાંચો
ડાંગ 3 hr ago

ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા

સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…

વધુ વાંચો
ડાંગ 4 hr ago

ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી

પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો