આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો
આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો
મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો ઉઠતાં ગ્રામ પંચાયતની સફાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
આહવા શહેરના મુખ્ય માર્ગો પર આવેલા જાહેર શૌચાલયોમાં નિયમિત સફાઈ થતી ન હોવાના આક્ષેપો વચ્ચે ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો છે. સાદુભાઈની ચાની દુકાન પાછળ આવેલ જાહેર શૌચાલયની સ્થિતિ પણ અત્યંત કથળેલી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જાહેર શૌચાલય જેવી મૂળભૂત સુવિધામાં જો નિયમિત સફાઈ અને પૂરતું પાણી પણ ઉપલબ્ધ ન હોય તો સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે. શૌચાલયમાં પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ઉપયોગ કરવા આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો છે.
ખાસ કરીને આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક હોવાની સાથે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર સમાન છે. બહારથી આવતા પ્રવાસીઓ જ્યારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા જાય અને ત્યાં ગંદકી તથા દુર્ગંધનો સામનો કરવો પડે તો તેની સીધી અસર આહવા અને ડાંગની સ્વચ્છતા તથા પ્રવાસન છબી પર પડી શકે છે.
સ્થાનિકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે જાહેર શૌચાલયોની નિયમિત સફાઈની જવાબદારી કોની છે? સફાઈ માટે કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? પાણીની સુવિધા શા માટે ઉપલબ્ધ નથી? અને સૌથી મહત્વપૂર્ણ જવાબદાર અધિકારીઓ દ્વારા સમયાંતરે સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં? જો જાહેર નાણાંમાંથી સુવિધા ઉભી કરવામાં આવી હોય તો તેની જાળવણી અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ સંબંધિત તંત્રની જ બને છે.
આહવાના મુખ્ય માર્ગો પર આવેલી જાહેર સુવિધાઓની આવી દયનીય સ્થિતિ જો ખરેખર યથાવત હોય તો તંત્ર માટે આ માત્ર સફાઈનો નહીં પરંતુ જાહેર આરોગ્ય, પ્રવાસન છબી અને વહીવટી જવાબદારીનો પણ ગંભીર મુદ્દો છે. ત્યારે આહવા ગ્રામ પંચાયત તથા વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિ તપાસી અસરકારક સફાઈ તથા પાણીની વ્યવસ્થા શરૂ કરે છે કે નહીં તે જોવું રહ્યું.
ગ્રામ પંચાયત તાત્કાલિક સ્થળ તપાસ કરે તેવી માંગ
સ્થાનિકો દ્વારા આહવા ગ્રામ પંચાયત તથા સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તમામ જાહેર શૌચાલયોની સફાઈ કરાવી, નિયમિત સફાઈ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવા તેમજ પૂરતા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. સાથે જ દરેક જાહેર શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે તે સ્પષ્ટ કરી જવાબદાર કર્મચારી કે એજન્સીની નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ માંગ છે.
સંબંધિત સમાચાર
ઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો
સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…
વધુ વાંચોતેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા
પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…
વધુ વાંચોખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન
કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…
વધુ વાંચોઆહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેવા જ્યોતિ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે સૌએ સામૂહિક સંકલ્પ લીધો ડાંગ : સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને…
વધુ વાંચો




