તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

તેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા

તેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…

પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ

ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં તેમણે જવતાળા, પાંડવા ખાતે રહેતા શુકરબેન ભાવરાવભાઈ પવાર તથા ઉપેશભાઈ ભાવરાવભાઈ પવાર પાસેથી પોતાના નાણાં પરત મેળવવા અંગે રજૂઆત કરી હતી.

જે અરજીના આધારે સાપુતારા પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામેવાળા પક્ષે અરજદારને તેમના નાણાં પરત આપવાની સંમતિ દર્શાવી હતી.

પોલીસની મધ્યસ્થીથી સામેવાળા પક્ષ પાસેથી 40,000 રૂપિયાની રકમ મેળવી અરજદાર રજનીબેનને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવવામાં આવી હતી. આ રીતે અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. સાપુતારા પોલીસની આ કામગીરીથી અરજદાર મહિલાને તેમના નાણાં પરત મળતાં સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો.

સંબંધિત સમાચાર

ડાંગ 56 min ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો

સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન

કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેવા જ્યોતિ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે સૌએ સામૂહિક સંકલ્પ લીધો ડાંગ : સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો