આહવા સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો : અધૂરા મેડિકલ રિપોર્ટના આધારે દિવ્યાંગતા પ્રમાણપત્ર ઈશ્યુ કર્યાનો આક્ષેપ!
આહવા સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો : અધૂરા મેડિકલ રિપોર્ટના આધારે દિવ્યાંગતા પ્રમાણપત્ર ઈશ્યુ કર્યાનો આક્ષેપ!
વલસાડના સહી-સિક્કા વગરના રિપોર્ટને માન્ય રાખી પ્રમાણપત્ર આપ્યાનો આરોપ, જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ
ડાંગ : ડાંગ જિલ્લાની આહવા જનરલ હોસ્પિટલના વહીવટી અને તબીબી તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના જ સત્તાવાર સહી-સિક્કા વિનાના તબીબી રિપોર્ટ્સને આધારે સરકારી દિવ્યાંગતા પ્રમાણપત્ર (Disability Certificate) ઇશ્યુ કરી દેવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત દસ્તાવેજો અને વિગતો અનુસાર, મયંકભાઈ શિવરામભાઈ ચૌધરી નામના અરજદારને આહવા જનરલ હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર દ્વારા ૬૨ ટકા સાંભળવાની ક્ષતિ ધરાવતું ૫ વર્ષની મુદતવાળું ‘ટેમ્પરરી ડિસેબિલિટી સર્ટિફિકેટ’ આપવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રના આધારરૂપ જીએમઈઆરએસ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, વલસાડના ઈ.એન.ટી. વિભાગના ઓડિયોગ્રામ અને ઓપીડી રિપોર્ટમાં ‘ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી’ (Authorised Signatory) ની જગ્યા ખાલી હોવાનું અને જવાબદાર ડોક્ટરના સહી કે સિક્કા ન હોવાનું જણાવાયું છે.
આહવા હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વિભાગના ‘સ્પેશિયાલિસ્ટ રેફરલ ફોર્મ’માં વલસાડ હોસ્પિટલના આ જ રિપોર્ટને ટાંકીને “Bilateral temporary Hearing loss 62 %” નોંધવામાં આવ્યું છે. આથી સહી-સિક્કા વગરના અધૂરા દસ્તાવેજોને માન્ય રાખીને સત્તાવાર ઈ-સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનાને પગલે પ્રમાણપત્ર આપતા પહેલાં મૂળ તબીબી રિપોર્ટની ખરાઈ અને તેમાં તબીબના સહી-સિક્કાની ચકાસણી કરવામાં આવી હતી કે કેમ તે અંગે સવાલો ઊઠ્યા છે. દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા અને પ્રમાણપત્ર જારી કરવાના આધાર અંગે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.
આ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ થાય અને તપાસમાં બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન જણાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
સંબંધિત સમાચાર
આહવા સિવિલ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ મામલે ગંભીર સવાલો
રહેણાંક વિસ્તાર નજીક ખાડો ખોદી કચરો દાટ્યાના આક્ષેપથી ચકચાર ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગત 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઠાવીને નજીકના રહેણાંક વિસ્તાર પાસે આવેલી જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદી દાટવામાં આવ્યો…
વધુ વાંચોડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા
સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…
વધુ વાંચોડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા
સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…
વધુ વાંચોડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર…
વધુ વાંચો




