આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેવા જ્યોતિ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેવા જ્યોતિ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે સૌએ સામૂહિક સંકલ્પ લીધો
ડાંગ : સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉધ્યોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ ડાંગના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભારી મંત્રીએ ડાંગ જિલ્લામાં યોજાયેલા સેવાકીય કાર્યો અને આશીર્વાદનો દીવડો જેવા કાર્યક્રમોને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ ડાંગ જિલ્લાની સમગ્ર ટીમ, વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક નિહાળ્યું હતું. વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ અર્થે વિકસિત ભારત@૨૦૪૭નો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સેવા જ્યોતિ પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી નીકળી રંગઉપન સુધી યોજાઇ હતી. યાત્રા દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓએ ઉમળાકાભેર યાત્રીઓનું સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે રાષ્ટ્ર કે રંગ, સેવા કે સંગ અન્વયે આયોજિત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધામાં વિજેતા કૃતિઓને સન્માનિત કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો
મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…
વધુ વાંચોઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો
સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…
વધુ વાંચોતેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા
પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…
વધુ વાંચોખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન
કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…
વધુ વાંચો




