તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ જિલ્લા પોલીસે ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે જનજાગૃતિ દોડ યોજી

ડાંગ જિલ્લા પોલીસે ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે જનજાગૃતિ દોડ યોજી

South Republic DeskFriday, 02 October 2026 1 મિનિટ વાંચન · 57 min ago 0
ગાંધી જયંતિ નિમિત્તે નશામુક્તિનો સંદેશ આપવા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા; વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા ડાંગ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત…

ગાંધી જયંતિ નિમિત્તે નશામુક્તિનો સંદેશ આપવા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા; વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા

ડાંગ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિતના મહાનુભાવોએ દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડમાં વિવિધ વયજૂથના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડ પૂર્ણ થયા બાદ પોલીસ કર્મીઓ, મહિલાઓ અને વિદ્યાર્થીઓની શ્રેણીઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર સ્પર્ધકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે જણાવ્યું હતું કે યુવા પેઢીને નશાના વ્યસનથી દૂર રાખવા સતત જનજાગૃતિ અને સામૂહિક પ્રયાસો જરૂરી છે. તેમણે ઉપસ્થિત સૌને નશામુક્ત સમાજ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે સક્રિય સહયોગ આપવા તથા આ સંદેશને જનજન સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

ડાંગમાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત વધુ ૭ બસોનું લોકાર્પણ

આહવા ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી; અંતરિયાળ ગામોના મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે ડાંગ : ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ ૭ નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો
ડાંગ 3 days ago

આહવામાં રખડતા પશુઓની જાહેર હરાજી સામે વિરોધ, પાંજરાપોળમાં મોકલવાની માંગ

સુરત અને નવસારીની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિઓની કલેક્ટરને રજૂઆત; પશુપાલકોને પોતાના પશુઓ પરત લઈ જવાની તક આપવા અનુરોધ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓ તથા ગૌવંશના પ્રશ્નને લઈને સુરત અને નવસારી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આહવા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં રખડતા પશુઓની જાહેર…

વધુ વાંચો
ડાંગ 4 days ago

અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જીજ્ઞેશ સોલંકીની મુલાકાત

લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં પાયાની સુવિધાઓ અને સ્થળના વિકાસ અંગે ચર્ચા ડાંગ જિલ્લાના પવિત્ર ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ અંજન કુંડ ખાતે આજે જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તથા આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશ સોલંકીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો,…

વધુ વાંચો
ડાંગ 4 days ago

ડાંગમાં ગામેગામ ‘મન કી બાત’નો ૧૩૮મો એપિસોડ સામૂહિક રીતે નિહાળાયો

સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં વડાપ્રધાને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કર્યો ડાંગ જિલ્લામાં આજે વિવિધ ગામોમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ અને નિહાળન કર્યું હતું. ગામેગામ યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. સંબોધન…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો