તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના વનરક્ષકોની ખાખી વર્દી પર કાળી પટ્ટી

ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના વનરક્ષકોની ખાખી વર્દી પર કાળી પટ્ટી

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું ડાંગ : આહવા, ડાંગ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવેલું આંદોલન હવે બીજા તબક્કામાં પ્રવેશ્યું છે. આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પોતાની ખાખી વર્દી પર કાળી પટ્ટી (રીબીન) લગાવીને પોતાની ફરજ…

પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું

ડાંગ : આહવા, ડાંગ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવેલું આંદોલન હવે બીજા તબક્કામાં પ્રવેશ્યું છે. આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પોતાની ખાખી વર્દી પર કાળી પટ્ટી (રીબીન) લગાવીને પોતાની ફરજ બજાવી છે અને સરકાર તથા જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું છે.

આ અંગે ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “ખાખી વર્દી પર કાળી પટ્ટી બાંધતાં અમારો જીવ અચકાય છે, કારણ કે ખાખી અમારૂ ગૌરવ અને ઓળખ છે. આ કાળી પટ્ટી કોઈ વ્યક્તિ કે સરકાર સામેનો વિરોધ નથી, પરંતુ અમારી વેદનાનું પ્રતીક છે. આ કાળી રીબીન કોઈ અધિકારી વિરૂદ્ધનો રોષ નથી, પરંતુ વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો પ્રત્યેની તેમની વેદના અને શાંતિપૂર્ણ રજૂઆતનો અવાજ છે.”

વન વિભાગના કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અતૂટ અને અડગ છે. જંગલ અને વન્યજીવોના રક્ષણ માટે દિવસ-રાત જોયા વગર સેવા આપતા આ કર્મચારીઓનું માનવું છે કે ફરજ જેટલી મહત્વની છે, એટલું જ કર્મચારીઓના હક્કો અને પ્રશ્નોનું નિરાકરણ પણ જરૂરી છે. કર્મચારીઓ કોઈ પણ પ્રકારના કામના ભંગ વગર, સંપૂર્ણ શિસ્ત સાથે ગાંધીચિંધ્યા માર્ગે પોતાનું આંદોલન આગળ ધપાવી રહ્યા છે.

ત્યારે સરકાર અને ઉચ્ચ તંત્ર દ્વારા તેમની વર્ષો જૂની માંગણીઓ અને પડતર પ્રશ્નોનું સહાનુભૂતિપૂર્વક અને વહેલી તકે સંતોષકારક નિરાકરણ લાવવામાં આવે તેવી વનરક્ષક કર્મચારીઓ આશા સેવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

ડાંગ 57 min ago

આહવાના જાહેર શૌચાલયોમાં ગંદકીનો કાળો ચહેરો! સફાઈ-પાણીની સુવિધા ઠપ, તંત્રની કામગીરી સામે સવાલો

મુખ્ય માર્ગ પર જ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય, પ્રવાસન નગરી આહવાની છબી ખરડાતી હોવાના આક્ષેપો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે જાહેર શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ સામે આવી રહી છે. આહવાના સરદાર બજાર, ગાંધી ઉદ્યાન બાગ, તળાવ (બંધારો) સામે તેમજ તાલુકા શાળાની બાજુમાં આવેલા જાહેર શૌચાલયોમાં ગંદકી અને અસ્વચ્છતાની ફરિયાદો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ઓપરેશન મિલાપ હેઠળ વઘઈ પોલીસની ત્વરિત કામગીરી : સંવેદનશીલ સ્થિતિમાં યુવાનને સુરક્ષિત શોધ્યો

સમયસર શોધખોળ અને કાઉન્સેલિંગ બાદ યુવાનને નજીકના મિત્રોની સલામત દેખરેખમાં સોંપાયો ડાંગ : ડાંગ જિલ્લામાં ગુમ તથા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાના હેતુસર પોલીસ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન વઘઈ પોલીસે એક સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી એક યુવાનને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

તેરા તુજકો અર્પણ હેઠળ સાપુતારા પોલીસે મહિલાને 40 હજાર રૂપિયા પરત અપાવ્યા

પોલીસની મધ્યસ્થીથી લીંગા ગામના રજનીબેનને નાણાં પરત મળતાં અરજીનો સુખદ નિકાલ ડાંગ : સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરી અરજદાર મહિલાને તેમના આપેલા 40,000 રૂપિયા પરત અપાવી અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આહવા તાલુકાના લીંગા ગામે રહેતા રજનીબેન નિલેશભાઈ ઘાંઘળેએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અરજી કરી…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ખેલ મહાકુંભ-૨૦૨૬માં વઘઈ સરકારી કોલેજના ખેલાડીઓનું તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન

કબડ્ડી અને વોલીબોલમાં ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની; વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા ડાંગ : રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વઘઇની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કોલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સપ્તધારા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો