તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા

ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા

South Republic DeskMonday, 05 October 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…

સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ

ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ગ્રામ સભા દરમિયાન સરકારી સેવાઓ અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનાવવા માટે ગ્રામજનો પાસેથી સુધારાત્મક સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે લોકો જાગૃત થાય તે માટે પણ વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જળ સંરક્ષણ માટે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ અને જળ સંચય વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા સોલિડ-વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ,2026 મુજબ ૪ પ્રકારના કચરા વિભાજન અંગે ગ્રામજનોને વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

સામાજિક બદીઓ દૂર કરવા માટે ગ્રામ સભામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિશિષ્ટ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં બાળ લગ્ન અટકાવવા અંગે જાગૃતિ લાવવાના મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો હતો. ગ્રામીણ યુવાધનને વ્યસનમુક્ત કરવા માટે તમામ ઉપસ્થિત લોકોએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી.

ગ્રામ સભાની સાથે મહિલા તથા બાળસભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ, બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રામ સભાઓમાં છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચાડવા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

આમ ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી આ ગ્રામ સભાઓ માત્ર એક ઔપચારિક બેઠક બની રહેવાને બદલે ગ્રામીણ સશક્તિકરણ, સ્વચ્છતા અને સામાજિક પરિવર્તનનું એક જીવંત માધ્યમ બની રહી હતી. ગાંધીજીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સભાઓ દ્વારા ગ્રામજનોમાં સામાજિક જવાબદારી, જળ સંરક્ષણ અને આરોગ્ય વિષયક જાગૃતિનો નવો સંચાર થયો છે, જે જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સંબંધિત સમાચાર

ડાંગ 30 min ago

આહવા સિવિલ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ મામલે ગંભીર સવાલો

રહેણાંક વિસ્તાર નજીક ખાડો ખોદી કચરો દાટ્યાના આક્ષેપથી ચકચાર ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગત 27મી સપ્ટેમ્બરના રોજ સાંજે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બાયોમેડિકલ વેસ્ટ ઉઠાવીને નજીકના રહેણાંક વિસ્તાર પાસે આવેલી જૂની ટી.બી. હોસ્પિટલના પરિસરમાં ખાડો ખોદી દાટવામાં આવ્યો…

વધુ વાંચો
ડાંગ 40 min ago

આહવા સિવિલ હોસ્પિટલનો મોટો છબરડો : અધૂરા મેડિકલ રિપોર્ટના આધારે દિવ્યાંગતા પ્રમાણપત્ર ઈશ્યુ કર્યાનો આક્ષેપ!

વલસાડના સહી-સિક્કા વગરના રિપોર્ટને માન્ય રાખી પ્રમાણપત્ર આપ્યાનો આરોપ, જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ ડાંગ : ડાંગ જિલ્લાની આહવા જનરલ હોસ્પિટલના વહીવટી અને તબીબી તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા વિના જ સત્તાવાર સહી-સિક્કા વિનાના તબીબી રિપોર્ટ્સને આધારે સરકારી દિવ્યાંગતા પ્રમાણપત્ર (Disability Certificate) ઇશ્યુ કરી દેવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં યોજાઈ ગ્રામ સભા

સ્વચ્છતા, જળ સંરક્ષણ, સાયબર સુરક્ષા અને સામાજિક જાગૃતિના મુદ્દાઓ પર ગ્રામજનો સાથે સઘન ચર્ચા કરાઈ ડાંગ : ગત ૨જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ…

વધુ વાંચો
ડાંગ 3 hr ago

ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી

પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો