તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી

ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી

South Republic DeskMonday, 05 October 2026 2 મિનિટ વાંચન · 46 min ago 0
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર…

પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું

ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગત ૩જી ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા ડાંગ ઉત્તર અને ડાંગ દક્ષિણ વન વિભાગના ડી.સી.એફ.ઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અને મહત્વની માંગણીઓ કરી છે કે, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓને સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવે, રજાના દિવસે ફરજ બજાવવાની મર્યાદા વાર્ષિક 48 દિવસની જગ્યાએ પૂરેપૂરી આપવામાં આવે, રજા પગારનું ચૂકવણું બેઝિક અને ડી.એ. મુજબ પોલીસ વિભાગના ધારા-ધોરણો અનુસાર કરવામાં આવે, વર્ગ-4ના રોજમદારને ૨૧,૯૦૦ અને વર્ગ-3ના વનરક્ષકને ૧૮,૦૦૦ ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરી યોગ્ય વેતન ધોરણ લાગુ કરવામાં આવે, વનપાલની બંધ કરવામાં આવેલ ભરતી અને જગ્યાઓનું મહેકમ પુનઃ ચાલુ કરી, રાઉન્ડ, બીટ તથા રેન્જનું વિસ્તરણ કરીને નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે, વનરક્ષક અને વનપાલની લાંબા સમયથી પ્રતિક્ષિત બદલીના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું, તા. ૦૧/૧૦/૨૦૨૨થી બાકી રહેલો રજા પગાર તાત્કાલિક ચૂકવવો, વનરક્ષક ભરતી-૨૦૨૨ના કર્મચારીઓનું ૧૪ માસનું બાકી વોશિંગ એલાઉન્સ ચૂકવવું, વનરક્ષક ભરતી ૨૦૨૨ અને ૨૦૨૪ અંતર્ગત ૬ મહિનાની તાલીમ પૂર્ણ કરીને આવેલા વનરક્ષકોના બાકી રહેતા ટી.એ./ડી.એ. બિલોનું તાત્કાલિક ચૂકવણું કરવું, જંગલમાં સતત પેટ્રોલિંગ કરતા વનરક્ષકો અને વનપાલોને પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે, કર્મચારીઓને ગુણવત્તાયુક્ત અને બ્રાન્ડેડ ડ્રેસ આર્ટિકલ્સ તેમજ જરૂરી સાધનો સમયસર પૂરા પાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.

જો તેમની માંગણીઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ નહીં આવે, તો ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવી હડતાળનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે વન વિભાગના કર્મચારીઓની આ રોષે ભરાયેલી માંગણીઓ આગામી દિવસોમાં સરકાર માટે મોટો પડકાર બની શકે તેમ છે.

સંબંધિત સમાચાર

ડાંગ 49 min ago

ડાંગમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે લાભાર્થીઓના ધક્કા!

આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં હપ્તા તથા મજૂરીના નાણાં માટે લાભાર્થીઓ પરેશાન! ડાંગ : ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતા હપ્તા સમયસર ન મળતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કેટલાક લાભાર્થીઓને આવાસ યોજનાના હપ્તા તેમજ મજૂરીના નાણાં મેળવવા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા…

વધુ વાંચો
ડાંગ 3 days ago

ડાંગ જિલ્લા પોલીસે ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે જનજાગૃતિ દોડ યોજી

ગાંધી જયંતિ નિમિત્તે નશામુક્તિનો સંદેશ આપવા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા; વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા ડાંગ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત…

વધુ વાંચો
ડાંગ 3 days ago

ડાંગમાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત વધુ ૭ બસોનું લોકાર્પણ

આહવા ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી; અંતરિયાળ ગામોના મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે ડાંગ : ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ ૭ નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો
ડાંગ 6 days ago

આહવામાં રખડતા પશુઓની જાહેર હરાજી સામે વિરોધ, પાંજરાપોળમાં મોકલવાની માંગ

સુરત અને નવસારીની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિઓની કલેક્ટરને રજૂઆત; પશુપાલકોને પોતાના પશુઓ પરત લઈ જવાની તક આપવા અનુરોધ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓ તથા ગૌવંશના પ્રશ્નને લઈને સુરત અને નવસારી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આહવા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં રખડતા પશુઓની જાહેર…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો