ડાંગમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે લાભાર્થીઓના ધક્કા!
ડાંગમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે લાભાર્થીઓના ધક્કા!
આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં હપ્તા તથા મજૂરીના નાણાં માટે લાભાર્થીઓ પરેશાન!
ડાંગ : ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતા હપ્તા સમયસર ન મળતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કેટલાક લાભાર્થીઓને આવાસ યોજનાના હપ્તા તેમજ મજૂરીના નાણાં મેળવવા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
લાભાર્થીઓના જણાવ્યા મુજબ, આવાસના કામ માટે જરૂરી હપ્તાની રકમ સમયસર ખાતામાં જમા ન થવાથી બાંધકામનું કામ આગળ વધારવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, આવાસ સાથે જોડાયેલી મજૂરીના નાણાં માટે પણ લાભાર્થીઓને વારંવાર અધિકારીઓનો સંપર્ક કરવો પડી રહ્યો હોવાની રજૂઆતો કરવામાં આવી છે.
ત્યારે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર આ સમગ્ર મામલે ધ્યાન આપી, પાત્ર લાભાર્થીઓના બાકી હપ્તા અને મજૂરીના નાણાં અંગે જરૂરી કાર્યવાહી કરે અને લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાભાર્થીઓ માંગ કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું ડાંગ : વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર…
વધુ વાંચોડાંગ જિલ્લા પોલીસે ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે જનજાગૃતિ દોડ યોજી
ગાંધી જયંતિ નિમિત્તે નશામુક્તિનો સંદેશ આપવા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા; વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા ડાંગ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ના સૂત્ર સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત…
વધુ વાંચોડાંગમાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત વધુ ૭ બસોનું લોકાર્પણ
આહવા ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલે બસોને લીલી ઝંડી આપી; અંતરિયાળ ગામોના મુસાફરોને પરિવહનની વધુ સારી સુવિધા મળશે ડાંગ : ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ ૭ નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…
વધુ વાંચોઆહવામાં રખડતા પશુઓની જાહેર હરાજી સામે વિરોધ, પાંજરાપોળમાં મોકલવાની માંગ
સુરત અને નવસારીની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિઓની કલેક્ટરને રજૂઆત; પશુપાલકોને પોતાના પશુઓ પરત લઈ જવાની તક આપવા અનુરોધ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓ તથા ગૌવંશના પ્રશ્નને લઈને સુરત અને નવસારી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આહવા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં રખડતા પશુઓની જાહેર…
વધુ વાંચો




