તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવા આઈકોનીક છાપરા-નવસારી રોડ પર ડ્રેનેજના ઢાંકણ બેસી જતા અકસ્માતનો ભય

નવા આઈકોનીક છાપરા-નવસારી રોડ પર ડ્રેનેજના ઢાંકણ બેસી જતા અકસ્માતનો ભય

South Republic DeskWednesday, 16 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
મનપાએ ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકતા વાહનચાલકોમાં રોષ, રસ્તાની દેખરેખ સામે ઉઠ્યા સવાલો નવસારી : નવસારીના નવા આઈકોનીક છાપરા-નવસારી રોડ પર રસ્તાની વચ્ચોવચ આવેલી ડ્રેનેજના ઢાંકણ બેસી જવાથી ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મનપા દ્વારા ત્યાં ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકાતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવસારીથી છાપરા…

મનપાએ ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકતા વાહનચાલકોમાં રોષ, રસ્તાની દેખરેખ સામે ઉઠ્યા સવાલો

નવસારી : નવસારીના નવા આઈકોનીક છાપરા-નવસારી રોડ પર રસ્તાની વચ્ચોવચ આવેલી ડ્રેનેજના ઢાંકણ બેસી જવાથી ખાડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મનપા દ્વારા ત્યાં ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકાતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય અને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીથી છાપરા ચોકડી સુધીનો રસ્તો પહોળો કરી આઈકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. રોડની વચ્ચે ડિવાઈડર બનાવી છોડ રોપીને સુંદરતા વધારવામાં આવી છે. જોકે રસ્તાની વચ્ચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનના ઢાંકણ રસ્તાના લેવલથી નીચે રહી જતા વાહનોની સતત અવરજવરથી કેટલીક જગ્યાઓ બેસી ગઈ છે અને ખાડા જેવી સ્થિતિ ઉભી થઈ છે.

વરસાદી માહોલમાં રસ્તા પર પાણી ભરાતા આ બેસી ગયેલી જગ્યાઓ વાહનચાલકોને સહેલાઈથી દેખાતી નથી. પરિણામે વાહનોને અચાનક આંચકો લાગવો અને અકસ્માત સર્જાવાનો ભય રહે છે. કેટલાક ડ્રેનેજના ઢાંકણો તૂટેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે.

સ્થાનિક વાહનચાલકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી સમસ્યા હોવા છતાં તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. આ મુખ્ય માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થતા હોવાથી મનપા દ્વારા તાત્કાલિક મરામત કરવામાં આવે અથવા ત્યાં બેરિકેડ અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

એક વાહનચાલકે રસ્તાની સ્થિતિના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરીને છેલ્લા છ મહિનાથી કેટલીક ચેમ્બરો બેસી ગયેલી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદો છતાં ઉકેલ ન આવ્યો હોવાની સાથે જરૂરી માર્ગ મરામતને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે.

રસ્તા પરના ખાડાઓ અકસ્માત માટે ગંભીર જોખમ બની શકે છે. તેથી નવા આઈકોનીક રોડની દેખરેખ, ડ્રેનેજ ચેમ્બરોની મરામત અને વાહનચાલકોની સલામતી માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 1 day ago

વિજલપોરમાં શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડનું ખાતમુહૂર્ત

જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે રૂ. 3.62 કરોડના વિકાસકાર્યનો પ્રારંભ; લાંબા સમયથી જર્જરિત રોડની સમસ્યાથી રહીશોને રાહત મળશે નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને વેગ આપવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિજલપોર વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના માર્ગને રૂ. 3.62 કરોડના ખર્ચે સંપૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 day ago

મરોલીમાં થારના બોનેટ અને દરવાજા પર ઉભા રહી સ્ટંટ કરનાર યુવાનો ઝડપાયા

પુરઝડપે કાર હંકારી જોખમી સ્ટંટબાજી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે 5 યુવાનો સામે કાર્યવાહી કરી નવસારી : મરોલીમાં થાર કારના બોનેટ અને દરવાજા પર યુવાનોને ઉભા રાખી પુરઝડપે કાર હંકારી જોખમી સ્ટંટબાજી કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મરોલી પોલીસે વીડિયોના આધારે પાંચ યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી…

વધુ વાંચો
નવસારી 1 day ago

ઉનાઈ માતાના મંદિર ખાતેથી ઉનાઈથી વડનગર સેવાયાત્રા બાઈક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

રાજ્યના 4 પવિત્ર ધામોથી એકસાથે શરૂ થયેલી યાત્રાઓ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે; માર્ગમાં સફાઈ, મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર અને પ્રજા પ્રત્યેની સતત 25 વર્ષની સેવાયાત્રા નિમિત્તે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે નવસારી જિલ્લાના પવિત્ર…

વધુ વાંચો
નવસારી 1 day ago

નવસારીમાં પાવર ગ્રીડના વળતર બાબતે ખેડૂતો સીએમને રજૂઆત કરશે

જલાલપોર અને નવસારી ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ; જૂની લાઈનોને પણ એમઆરસી હેઠળ લાવી સમાન વળતર આપવાની માંગ નવસારી : નવસારી જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઈનોને કારણે ખેડૂતોને થઈ રહેલા નુકસાન અને વળતર મુદ્દે સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો