આહવાના રસ્તાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ, વાહનચાલકોને અકસ્માતનું જોખમ
આહવાના રસ્તાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ, વાહનચાલકોને અકસ્માતનું જોખમ
મુખ્ય માર્ગો અને ચોકમાં ઢોરો અડિંગો જમાવતા સ્થાનિકો પરેશાન; પશુઓને પકડી પાંજરાપોળ ખસેડવાની માંગ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર રસ્તાઓ પર ઢોરો અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આહવા ખાતે અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફરવા અને જોવા લાયક સ્થળો હોવાને કારણે અન્ય જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્ર તરફથી પણ મોટી સંખ્યામાં વાહનચાલકો અહીંથી પસાર થાય છે. જોકે મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોરો રસ્તાની વચ્ચોવચ બેસી રહેતા હોવાથી અકસ્માતનું જોખમ સર્જાઈ રહ્યું છે.
સ્થાનિક લોકો આ સમસ્યાથી પરિચિત હોવાથી તેઓ સાવચેતી રાખીને વાહન ચલાવે છે, પરંતુ બહારના જિલ્લાઓ કે અન્ય રાજ્યોમાંથી આવતા વાહનચાલકોને રસ્તા પર અચાનક બેઠેલા ઢોરોની જાણ ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે.
બીજી તરફ રખડતા ઢોરો રસ્તા પર ઝઘડતા હોય ત્યારે નજીક ઊભેલા અથવા પસાર થતા વાહનો સાથે અથડાઈ શકે છે, જેના કારણે વાહનોને નુકસાન થવાની પણ ભીતિ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ રસ્તા પર રખડતા પશુઓને તાત્કાલિક પકડી પાંજરાપોળ ખાતે ખસેડવાની માંગ કરી છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા
આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…
Read moreમરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ
મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…
Read moreકાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…
Read moreપ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ
ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…
Read more




