Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

South Republic DeskSunday, 30 August 2026 2 min read · 3 hr ago 0
આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ

નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ વિજલપોરની પ્રજા સાથે ભેદભાવ રાખતા હોવાની ચર્ચા પણ સ્થાનિકોમાં ચાલી રહી છે.

નવસારી શહેરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ, દૂષિત પાણી, ડ્રેનેજ લાઈન અને ભૂવા પડવા જેવી અનેક સમસ્યાઓ વચ્ચે મનપા દ્વારા સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને રેલવે ઓવરબ્રિજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ સારી હોવાનું માનવામાં આવે છે, પરંતુ વિજલપોરમાં વિકાસના કામોની ગતિ ધીમી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે.

નવસારીમાં ફુવારાથી સ્ટેશન સુધીનો રોડ, અગ્રવાલ કોલેજ સુધીનો રોડ, છાપરા તરફનો રોડ તેમજ જમનાપાર્કથી ઇટાળવા સુધીનો રસ્તો આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ માર્ગો પરથી રોજ હજારો વાહનોની અવરજવર થાય છે. બીજી તરફ વિજલપોર વિસ્તારમાં એક પણ રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો નથી. જેને લઈને સ્થાનિકોમાં “વિકાસના નકશામાં વિજલપોર છે કે નહીં?” તેવો સવાલ ઉઠી રહ્યો છે.

વિજલપોર વિસ્તારમાં વિઠ્ઠલ મંદિરથી શિવાજીચોક થઈ શુશ્રુષા હોસ્પિટલ અને ત્યાંથી એક તરફ સાંઢકુવા તથા બીજી તરફ આશાપુરી માતાના મંદિર થઈ નવસારી શહેરને જોડતો માર્ગ સ્થાનિકો માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો રોડ બિસમાર હાલતમાં હોવાથી વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે નવો આઇકોનિક રોડ બનાવવાની જગ્યાએ હાલના બિસમાર રસ્તાનું જ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તો પણ લોકોને મોટી રાહત મળી શકે.

નવસારી મહાનગરપાલિકાના હાલના ડેપ્યુટી કમિશ્નર જે.યુ. વસાવા અગાઉ તત્કાલીન વિજલપોર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ નવસારી-વિજલપોર નગરપાલિકા રચાયા બાદ પણ તેમણે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. તેથી તેઓ નવસારી અને વિજલપોર વિસ્તાર તેમજ અહીંની સ્થાનિક સમસ્યાઓથી સારી રીતે પરિચિત હોવાનું માનવામાં આવે છે.

હાલના મહાનગરપાલિકા કમિશ્નર નવા હોવાથી સમગ્ર મનપા વિસ્તારની સમસ્યાઓ અંગે સંપૂર્ણ માહિતી મેળવવામાં સમય લાગી શકે છે. જોકે વિજલપોર અને નવસારી વિસ્તારમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા ડેપ્યુટી કમિશ્નર જે.યુ. વસાવા વિસ્તારની પરિસ્થિતિથી અવગત હોવા છતાં વિજલપોરમાં વિકાસના કામો કાચબાની ગતિએ ચાલી રહ્યા હોવાની ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 3 hr ago

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…

Read more
નવસારી 3 hr ago

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…

Read more
નવસારી 3 hr ago

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…

Read more
નવસારી 4 hr ago

સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ

આત્મા પ્રોજેક્ટ હેઠળ માળગા ક્લસ્ટરના ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ડાંગ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રેરિત કરવા તેમજ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધારવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના માળગા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાંબલા, માળગા અને મોહપાડા…

Read more
આજનું ઈ-પેપર વાંચો