Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 3 hr ago 0
પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં

નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી ભરાયેલું પાણી હવે ગંદુ અને દુષિત બનતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ ખાડામાંથી પાણી રસ્તા પર આવતા દુર્ગંધથી સ્થાનિકો પરેશાન બન્યા છે.

થોડા દિવસો અગાઉ કાગદીવાડ પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને રિપેર કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરી હાથ ધરી હતી. પીવાના પાણીની લાઈનનું રિપેરિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ખાડો પૂરવામાં આવ્યો ન હોવાથી તે હજી સુધી ખુલ્લો પડ્યો છે.

ખાડામાં ઘણા દિવસોથી પાણી ભરાયેલું રહેતા તે ગંદુ અને દુષિત થઈ ગયું છે. જેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ ખાડામાંથી ગંદુ પાણી બહાર આવી રસ્તા પર ફેલાતું હોવાથી આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે. પરિણામે સ્થાનિક રહીશો ઉપરાંત આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ બાબત એ છે કે જ્યાં આ ગંદુ પાણી ભરાયેલું છે તેની સામે જ નવસારી મહાનગરપાલિકાના શહેરી મેલેરિયા વિભાગની કચેરી આવેલી છે અને પાછળના ભાગે વોટર વર્ક્સનો પ્લાન્ટ પણ આવેલો છે. અહીંથી મનપાના કર્મચારીઓની રોજિંદી અવરજવર થતી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ ખાડો તાત્કાલિક પૂરી ગંદા પાણીનો નિકાલ કરવા અને મચ્છરોના ઉપદ્રવને રોકવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ફોટો ગેલેરી

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 3 hr ago

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…

Read more
નવસારી 3 hr ago

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…

Read more
નવસારી 3 hr ago

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…

Read more
નવસારી 4 hr ago

સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ

આત્મા પ્રોજેક્ટ હેઠળ માળગા ક્લસ્ટરના ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ડાંગ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રેરિત કરવા તેમજ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધારવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના માળગા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાંબલા, માળગા અને મોહપાડા…

Read more
આજનું ઈ-પેપર વાંચો