આહવામાં રખડતા પશુઓની જાહેર હરાજી સામે વિરોધ, પાંજરાપોળમાં મોકલવાની માંગ
આહવામાં રખડતા પશુઓની જાહેર હરાજી સામે વિરોધ, પાંજરાપોળમાં મોકલવાની માંગ
સુરત અને નવસારીની પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિઓની કલેક્ટરને રજૂઆત; પશુપાલકોને પોતાના પશુઓ પરત લઈ જવાની તક આપવા અનુરોધ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગર અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓ તથા ગૌવંશના પ્રશ્નને લઈને સુરત અને નવસારી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આહવા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં રખડતા પશુઓની જાહેર હરાજી ન કરવા અને તેમને પાંજરાપોળમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં સુરત જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના આશિનભાઈ ગાંધી, નવસારી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના મહેન્દ્રભાઈ શાહ તેમજ જીવદયા ક્ષેત્રના અગ્રણી કાર્યકર્તા જગદીશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ, આહવાના રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે અવારનવાર સમસ્યાઓ સર્જાય છે. ગ્રામપંચાયત દ્વારા આવા પશુઓને રાખવા માટે ઢોર ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેમના કાયમી નિરાકરણનો પ્રશ્ન ઊભો થાય છે. આહવા ગ્રામપંચાયત દ્વારા 22 તારીખે રખડતા પશુઓની જાહેર હરાજી રાખવામાં આવી હોવાનું સમિતિએ જણાવ્યું હતું. ગૌવંશ સહિતના પશુઓની જાહેર હરાજી કરવી યોગ્ય નથી તેમ જણાવી સમિતિએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.
સમિતિએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને હરાજી રદ કરવા અને પશુઓને પાંજરાપોળમાં મોકલવાની માંગ કરી છે. સમિતિના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતની અનેક પાંજરાપોળો આવા પશુઓને સ્વીકારવા તૈયાર છે. જે પશુપાલકો પોતાના પશુઓ ઓળખીને પરત લઈ જવા માંગતા હોય તેમને તક આપવામાં આવે અને બાકીના પશુઓને વિવિધ પાંજરાપોળમાં મોકલી તેમના રક્ષણ તથા સંભાળની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
રખડતા પશુઓની સમસ્યાના માનવતાભર્યા અને કાયમી ઉકેલ માટે જાહેર હરાજીના બદલે પાંજરાપોળનો વિકલ્પ અપનાવવામાં આવે તેવી પ્રાણીપ્રેમી સંસ્થાઓએ માંગ કરી છે.
સંબંધિત સમાચાર
અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જીજ્ઞેશ સોલંકીની મુલાકાત
લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં પાયાની સુવિધાઓ અને સ્થળના વિકાસ અંગે ચર્ચા ડાંગ જિલ્લાના પવિત્ર ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ અંજન કુંડ ખાતે આજે જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તથા આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશ સોલંકીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો,…
વધુ વાંચોડાંગમાં ગામેગામ ‘મન કી બાત’નો ૧૩૮મો એપિસોડ સામૂહિક રીતે નિહાળાયો
સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં વડાપ્રધાને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કર્યો ડાંગ જિલ્લામાં આજે વિવિધ ગામોમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ અને નિહાળન કર્યું હતું. ગામેગામ યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. સંબોધન…
વધુ વાંચોસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગની ૭૫ શાળાઓમાં સફાઈ સાથે વૃક્ષારોપણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો; અંદાજે ૧.૫ ટન ઘન કચરાનો નિકાલ ડાંગ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ તથા વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જિલ્લાની કુલ ૭૫ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક…
વધુ વાંચોઆહવાના મૂરુંગબારીની નવી શાળા બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો !
છતમાંથી પાણી ટપકતા એસએસએ હેઠળના બાંધકામની ગુણવત્તા સામે તેમજ શિક્ષણ અધિકારીની દેખરેખ સામે પણ સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મૂરુંગબારી ગામે સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન બનેલી શાળાની નવી બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળાની મુલાકાત દરમિયાન બિલ્ડિંગમાં અન્ય કેટલીક ખામીઓ…
વધુ વાંચો




