તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગમાં ગામેગામ ‘મન કી બાત’નો ૧૩૮મો એપિસોડ સામૂહિક રીતે નિહાળાયો

ડાંગમાં ગામેગામ ‘મન કી બાત’નો ૧૩૮મો એપિસોડ સામૂહિક રીતે નિહાળાયો

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં વડાપ્રધાને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કર્યો ડાંગ જિલ્લામાં આજે વિવિધ ગામોમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ અને નિહાળન કર્યું હતું. ગામેગામ યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. સંબોધન…

સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં વડાપ્રધાને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કર્યો

ડાંગ જિલ્લામાં આજે વિવિધ ગામોમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ અને નિહાળન કર્યું હતું. ગામેગામ યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું.

સંબોધન દરમિયાન વડાપ્રધાને વર્ષ ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામે ભારતના અભિગમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હાથ ધરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને ભારતની આતંકવાદ વિરોધી નીતિની મહત્વપૂર્ણ ઘટના તરીકે યાદ કરી હતી.

વડાપ્રધાને આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કરતાં મજબૂત અને નિર્ણાયક પ્રતિસાદ આપવાના સંકલ્પની વાત કરી હતી.

ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોએ વડાપ્રધાનનું સંબોધન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશની સુરક્ષા, સેનાના શૌર્ય અને રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ગ્રામજનોમાં રસ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જીજ્ઞેશ સોલંકીની મુલાકાત

લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં પાયાની સુવિધાઓ અને સ્થળના વિકાસ અંગે ચર્ચા ડાંગ જિલ્લાના પવિત્ર ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ અંજન કુંડ ખાતે આજે જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તથા આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશ સોલંકીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો,…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગની ૭૫ શાળાઓમાં સફાઈ સાથે વૃક્ષારોપણ

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો; અંદાજે ૧.૫ ટન ઘન કચરાનો નિકાલ ડાંગ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ તથા વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જિલ્લાની કુલ ૭૫ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક…

વધુ વાંચો
ડાંગ 9 days ago

આહવાના મૂરુંગબારીની નવી શાળા બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો !

છતમાંથી પાણી ટપકતા એસએસએ હેઠળના બાંધકામની ગુણવત્તા સામે તેમજ શિક્ષણ અધિકારીની દેખરેખ સામે પણ સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મૂરુંગબારી ગામે સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન બનેલી શાળાની નવી બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળાની મુલાકાત દરમિયાન બિલ્ડિંગમાં અન્ય કેટલીક ખામીઓ…

વધુ વાંચો
ડાંગ 10 days ago

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

રેડક્રોસ સોસાયટી ડાંગ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે 33 યુનિટ રક્ત એકત્રિત ડાંગ : સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ આહવાના ડાંગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો