તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગની ૭૫ શાળાઓમાં સફાઈ સાથે વૃક્ષારોપણ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગની ૭૫ શાળાઓમાં સફાઈ સાથે વૃક્ષારોપણ

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો; અંદાજે ૧.૫ ટન ઘન કચરાનો નિકાલ ડાંગ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ તથા વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. જિલ્લાની કુલ ૭૫ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક…

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો; અંદાજે ૧.૫ ટન ઘન કચરાનો નિકાલ

ડાંગ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ તથા વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું.

જિલ્લાની કુલ ૭૫ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશરે ૭૫૦ ટીમોએ શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરી હતી. અભિયાન દરમિયાન અંદાજે ૧.૫ ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સફાઈની સાથે શાળા પરિસર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા તથા હરિયાળી જાળવવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીએ ડાંગ જિલ્લાને સ્વચ્છ રાખવા સૌને હાકલ કરી હતી. તેમણે સ્વચ્છતા અભિયાનને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રાખતાં દૈનિક જીવનનો હિસ્સો બનાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણા આપી હતી.

સેવા સંકલ્પ અભિયાન હેઠળ યોજાયેલી આ કામગીરી દ્વારા ‘સ્વચ્છ ડાંગ–હરિત ડાંગ’નો સંદેશ શાળાઓ મારફતે સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જીજ્ઞેશ સોલંકીની મુલાકાત

લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં પાયાની સુવિધાઓ અને સ્થળના વિકાસ અંગે ચર્ચા ડાંગ જિલ્લાના પવિત્ર ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ અંજન કુંડ ખાતે આજે જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તથા આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશ સોલંકીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં અંજન કુંડના સ્થાનિક પ્રશ્નો,…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગમાં ગામેગામ ‘મન કી બાત’નો ૧૩૮મો એપિસોડ સામૂહિક રીતે નિહાળાયો

સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠના સંદર્ભમાં વડાપ્રધાને ભારતીય સેનાના શૌર્ય અને આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો ઉલ્લેખ કર્યો ડાંગ જિલ્લામાં આજે વિવિધ ગામોમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ અને નિહાળન કર્યું હતું. ગામેગામ યોજાયેલા કાર્યક્રમોમાં ગ્રામજનો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. સંબોધન…

વધુ વાંચો
ડાંગ 9 days ago

આહવાના મૂરુંગબારીની નવી શાળા બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો !

છતમાંથી પાણી ટપકતા એસએસએ હેઠળના બાંધકામની ગુણવત્તા સામે તેમજ શિક્ષણ અધિકારીની દેખરેખ સામે પણ સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મૂરુંગબારી ગામે સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન બનેલી શાળાની નવી બિલ્ડિંગમાં એક જ વર્ષમાં તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળાની મુલાકાત દરમિયાન બિલ્ડિંગમાં અન્ય કેટલીક ખામીઓ…

વધુ વાંચો
ડાંગ 10 days ago

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

રેડક્રોસ સોસાયટી ડાંગ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે 33 યુનિટ રક્ત એકત્રિત ડાંગ : સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ આહવાના ડાંગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો