તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

આહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 1 day ago 0
મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના…

મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ

ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આક્ષેપો કરવામાં આવ્યા છે.

મહાલપાડા ગામે જાનુભાઈના ખેતરથી ઈશ્વરભાઈની જમીન તરફ જવાના રસ્તા પર નાળાનું કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો પૂરતો ઉપયોગ ન થતાં સામાન્યથી મધ્યમ વરસાદમાં જ નાળાનો ભાગ તૂટી ગયો અને કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.

ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામ માટે ખર્ચાયેલા સરકારી નાણાં સામે કામની મજબૂતી અને ટકાઉપણું જોવા મળતું નથી. માત્ર એક જ સીઝનના વરસાદમાં કામને નુકસાન થતાં બાંધકામની ગુણવત્તા, મટીરીયલ અને દેખરેખ અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે.

સ્થાનિક રહીશોએ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ, વપરાયેલા મટીરીયલની ગુણવત્તાની ચકાસણી તેમજ જવાબદાર એજન્સી, સરપંચ અને સંબંધિત અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી છે.

સાથે જ તૂટી ગયેલા નાળાનું તાત્કાલિક ધોરણે મજબૂત અને ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને વિરોધ નોંધાવશે.

સંબંધિત સમાચાર

ડાંગ 5 min ago

આહવામાં નેશનલ લોક અદાલત યોજાઈ, 200થી વધુ કેસોનો નિકાલ

ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય માટે આયોજન, ચાર બેંકો, DGVCL અને સખી વન સ્ટોપ સેન્ટરની સહભાગિતા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કોર્ટ અને સેશન કોર્ટ બિલ્ડિંગમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા આયોજિત લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને…

વધુ વાંચો
ડાંગ 7 min ago

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર

વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ…

વધુ વાંચો
ડાંગ 9 min ago

ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન

ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, આંગણવાડી-શાળા સહિત વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા ડાંગ : સ્વચ્છતા અને સંવેદનાના સુભગ સમન્વય સાથે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવાના હેતુથી ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વઘઈ તાલુકાના દગડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત ન રહી સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્વચ્છતાનું…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી

રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો