ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન
ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન
ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, આંગણવાડી-શાળા સહિત વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા
ડાંગ : સ્વચ્છતા અને સંવેદનાના સુભગ સમન્વય સાથે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવાના હેતુથી ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વઘઈ તાલુકાના દગડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત ન રહી સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.
કલેક્ટરની હાજરી અને પ્રોત્સાહનથી ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ શેરીઓ અને જાહેર રસ્તાઓ પરથી કચરો એકત્રિત કરી શ્રમદાન કર્યું હતું. એકત્રિત થયેલો કચરો યોગ્ય રીતે ડસ્ટબિનમાં જ એકઠો થાય અને ગામના દરેક નાગરિક પોતાના ઘર સાથે આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખે તે માટે અધિકારીઓએ અપીલ કરી હતી.
આ સફાઈ અભિયાન દરમિયાન વહીવટી તંત્રના અન્ય જવાબદાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામજનોએ પોતાના ગામને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરે મહેસુલી તલાટીની કામગીરીની સમીક્ષા કરવાની સાથે ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને વાજબી ભાવની દુકાનની પણ મુલાકાત લીધી હતી. વિવિધ સેવાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પહેલ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ ગ્રામ્ય સ્તરે વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
આહવામાં નેશનલ લોક અદાલત યોજાઈ, 200થી વધુ કેસોનો નિકાલ
ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય માટે આયોજન, ચાર બેંકો, DGVCL અને સખી વન સ્ટોપ સેન્ટરની સહભાગિતા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કોર્ટ અને સેશન કોર્ટ બિલ્ડિંગમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા આયોજિત લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને…
વધુ વાંચોહવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર
વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ…
વધુ વાંચોઆહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચો




