આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આશરે 250થી વધુ રખડતા ઢોરોને પકડીને રંગ ઉપવન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા પકડાયેલા ઢોરો માટે ઘાસચારા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ, રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદો ગ્રામજનો તરફથી મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને પંચાયત દ્વારા ઢોરોને પકડી નિયંત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જે ઢોરોના માલિકો પોતાના ઢોર પરત લેવા આવશે તેમની પાસેથી નિયમ મુજબ દંડ વસૂલી ઢોર પરત સોંપવામાં આવશે. જ્યારે જે ઢોરોને લેવા માટે કોઈ માલિક આગળ નહીં આવે તેવા ઢોરોને આગળની કાર્યવાહી હેઠળ પાંજરાપોળમાં મોકલવામાં આવશે.
રખડતા ઢોરોના કારણે વાહનચાલકો અને રાહદારીઓની સલામતી સામે ઉભા થતા જોખમને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કાર્યવાહીથી અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થાય તેવી આશા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોવઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…
વધુ વાંચોઆહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના…
વધુ વાંચો




