તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર

South Republic DeskMonday, 14 September 2026 1 મિનિટ વાંચન · 53 min ago 0
વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ…

વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર

ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ કરીને સાપુતારા અને વઘઈ જેવા પ્રવાસન સ્થળોએ વરસાદી વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને હરિયાળી વચ્ચેનો નજારો માણવા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. ખેતી માટે વરસાદી પાણી ઉપયોગી બનતા પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી જમીનમાં ભેજ જળવાઈ રહેવાની સાથે ખેતીકામને પણ વેગ મળવાની શક્યતા છે.

ડાંગમાં વરસી રહેલી મેઘમહેરથી એક તરફ પ્રકૃતિ વધુ ખીલી ઊઠી છે, તો બીજી તરફ ખેડૂતો અને પ્રવાસન સાથે સંકળાયેલા લોકોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

ડાંગ 52 min ago

આહવામાં નેશનલ લોક અદાલત યોજાઈ, 200થી વધુ કેસોનો નિકાલ

ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય માટે આયોજન, ચાર બેંકો, DGVCL અને સખી વન સ્ટોપ સેન્ટરની સહભાગિતા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કોર્ટ અને સેશન કોર્ટ બિલ્ડિંગમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા આયોજિત લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને…

વધુ વાંચો
ડાંગ 56 min ago

ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન

ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, આંગણવાડી-શાળા સહિત વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા ડાંગ : સ્વચ્છતા અને સંવેદનાના સુભગ સમન્વય સાથે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવાના હેતુથી ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વઘઈ તાલુકાના દગડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત ન રહી સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્વચ્છતાનું…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી

રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…

વધુ વાંચો
ડાંગ 1 day ago

ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ

48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો