ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા
ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ થ્રી-ફેઝ વીજ જોડાણ, વિવિધ સ્થળોએ નમી ગયેલા વીજ પોલ, ઢીલા વીજ વાયરો તેમજ નવા મકાનોમાં વીજ જોડાણ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે કલેક્ટર એન.ડી. પરમારે વીજ વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
વીજ વિભાગ દ્વારા 48 કલાકથી પણ ઓછા સમયમાં ચીકટિયા ગામના આચાર્યને જરૂરી માર્ગદર્શન આપી લોડ વધારવા માટેની અરજી કરાવવામાં આવી હતી. અંદાજપત્ર ભર્યાના સાત દિવસમાં થ્રી-ફેઝ જોડાણની અરજીનો હકારાત્મક નિકાલ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગામમાં નમી ગયેલા અંદાજે 5 વીજ પોલ સીધા કરવામાં આવ્યા હતા અને અન્ય 4 નવા વીજ પોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ કામગીરીથી વીજ માળખાની સલામતી તથા વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધુ સુદૃઢ બનાવવામાં આવી હતી.
વીજ જોડાણ માટે પેન્ડિંગ રહેલી 3 અરજીઓનો પણ નિકાલ કરીને તાત્કાલિક નવા વીજ જોડાણ આપવામાં આવ્યા હતા. આમ, આહવા વીજ વિભાગ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતાં ગ્રામજનોએ તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરીને કલેક્ટરનો આભાર માન્યો હતો. મુલાકાત દરમિયાન આહવા મામલતદાર રજની વૈષ્ણવ સહિત સંબંધિત અધિકારી-કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોવઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…
વધુ વાંચોઆહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના…
વધુ વાંચો




