તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

South Republic DeskFriday, 18 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
રેડક્રોસ સોસાયટી ડાંગ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે 33 યુનિટ રક્ત એકત્રિત ડાંગ : સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ આહવાના ડાંગ…

રેડક્રોસ સોસાયટી ડાંગ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે 33 યુનિટ રક્ત એકત્રિત

ડાંગ : સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય શાખા તથા રેડક્રોસ સોસાયટી ડાંગના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ ભાજપના સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ, પ્રમુખ કિશોરભાઈ ગાવિત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મિતેશ કુનભી સહિત આરોગ્ય અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રક્તદાન કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાતાઓએ માનવસેવાના ઉમદા કાર્યમાં યોગદાન આપી ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પને સાકાર કર્યો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ 33 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે માટે સ્વૈચ્છિક રક્તદાનનું વિશેષ મહત્વ હોવાનું જણાવી નાગરિકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ અને સેવાભાવ વધે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત સમાજના દરેક વર્ગને સેવાકાર્યો સાથે જોડાવા અને પોતાની ક્ષમતા તથા સમય અનુસાર સમાજહિતમાં યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા જનભાગીદારી સાથે સેવા અને સંકલ્પની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આહવાના તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન

ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ તળાવ પરિસરમાં સફાઈ કરી સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો ડાંગ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આહવાના તળાવ ખાતે યોજાયેલા આ અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યકરો દ્વારા…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

પિંપરી સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR ફંડમાંથી ₹2.43 કરોડના ખર્ચે બે નવા છાત્રાલયોના નિર્માણનો પ્રારંભ ડાંગ : દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સમર્પણના 25 વર્ષની ઉજવણી અંતર્ગત પિંપરી ખાતે સરકારી આશ્રમ શાળાના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ…

વધુ વાંચો
ડાંગ 2 days ago

ડાંગ આરોગ્ય વિભાગમાં ‘કમ્પલસરી બ્લડ ડોનેશન’ના મેસેજથી વિવાદ

કર્મચારીઓને ફરજિયાત રક્તદાનની સૂચના સામે ADHOની ‘ફરજિયાત નથી’ સ્પષ્ટતા, વિરોધાભાસથી ઊઠ્યા સવાલો ડાંગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ડાંગ જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર હોવાનું સામે આવ્યું છે. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે રક્તદાન ફરજિયાત હોવાનો મેસેજ સોશિયલ મીડિયા તેમજ આરોગ્ય શાખાના વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો…

વધુ વાંચો
ડાંગ 2 days ago

સાપુતારામાં વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે બોટિંગ બંધ

પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી સર્પગંગા તળાવમાં તંત્રનો નિર્ણય સાપુતારા : ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે સર્પગંગા તળાવ વિસ્તારમાં દૃશ્યતા ઓછી થઈ જતાં બોટિંગ જોખમી બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવમાં બોટિંગ બંધ રાખવાનો નિર્ણય…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો