Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

જલાલપોર તાલુકા પંચાયતની લિફ્ટ મહિના બાદ પણ બંધ, અરજદારો અને કર્મચારીઓ પરેશાન

જલાલપોર તાલુકા પંચાયતની લિફ્ટ મહિના બાદ પણ બંધ, અરજદારો અને કર્મચારીઓ પરેશાન

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 6 hr ago 0
પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાતા સેવા બંધ થઈ હતી; દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત અરજદારોને દાદર ચઢવાની ફરજ નવસારી : જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાઈ જતા લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં લિફ્ટ ફરી શરૂ ન થતા કચેરીમાં આવતા અરજદારો તેમજ…

પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાતા સેવા બંધ થઈ હતી; દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત અરજદારોને દાદર ચઢવાની ફરજ

નવસારી : જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાઈ જતા લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં લિફ્ટ ફરી શરૂ ન થતા કચેરીમાં આવતા અરજદારો તેમજ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અગાઉ જલાલપોર તાલુકા પંચાયતની કચેરી નવસારી જિલ્લા પંચાયત બિલ્ડિંગના ચોથા માળે કાર્યરત હતી. ત્યારબાદ દશેરા ટેકરી વિસ્તારમાં પશુ દવાખાના પાછળ નવી જલાલપોર તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી હતી. અહીં કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોની સુવિધા માટે લિફ્ટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

એક મહિના અગાઉ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે જ દશેરા ટેકરી પાછળ સી.આર. પાટીલ સંકુલ પાસેથી પસાર થતી ખાડી પણ ઉભરાતા આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન જલાલપોર તાલુકા પંચાયત કચેરીની લિફ્ટના નીચેના ભાગમાં પણ પાણી ભરાઈ જતા લિફ્ટ સેવા બંધ કરવામાં આવી હતી.

તે સમયે પાણી ભરાયેલું હોવાથી લિફ્ટનું સમારકામ થઈ શક્યું નહોતું. પરંતુ હવે લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં લિફ્ટ શરૂ કરવામાં આવી નથી. જેના કારણે તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ વિવિધ કામ માટે આવતા અરજદારોને દાદરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને દિવ્યાંગ, વૃદ્ધ, મહિલાઓ અને શારીરિક રીતે અશક્ત અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા અરજદારોને કચેરી સુધી પહોંચવા માટે દાદર ચઢવાની ફરજ પડી રહી હોવાથી લિફ્ટનું સમારકામ કરીને તેને તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 5 hr ago

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…

Read more
નવસારી 5 hr ago

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…

Read more
નવસારી 5 hr ago

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…

Read more
નવસારી 5 hr ago

પ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ

ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…

Read more
આજનું ઈ-પેપર વાંચો