સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ
સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને તાલીમ અપાઈ
આત્મા પ્રોજેક્ટ હેઠળ માળગા ક્લસ્ટરના ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન
ડાંગ : ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ પ્રેરિત કરવા તેમજ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધારવાના હેતુથી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના માળગા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાંબલા, માળગા અને મોહપાડા ગામના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના ઉપાયો, જમીનની ફળદ્રુપતા જાળવવાની પદ્ધતિઓ તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વિકલ્પરૂપે અપનાવી શકાય તેવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામો અંગે પણ સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને જીવામૃત અને ઘનજીવામૃત જેવી પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી જમીન તથા પાકને થતા લાભો અંગે માહિતી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે, ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટે અને તેમની આવકમાં વધારો થાય તે હેતુથી આત્મા પ્રોજેક્ટ દ્વારા આવી તાલીમલક્ષી અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા
આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…
Read moreમરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ
મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…
Read moreકાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…
Read moreપ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ
ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…
Read more




