નવસારીના વાડા ગામમાં તબેલો તોડવા બાબતે વિવાદ સર્જાયો
નવસારીના વાડા ગામમાં તબેલો તોડવા બાબતે વિવાદ સર્જાયો
નોટિસ આપ્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે તોડકામ માટે પહોંચ્યાના આક્ષેપ, સરપંચની કામગીરીની તપાસની માંગ
નવસારી : વાડા ગામમાં તબેલા પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે. ગામના સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈ આવી તબેલો તોડવાની કાર્યવાહી હાથ ધરતાં, સરપંચ નોટિસ આપ્યા વિના મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપો તબેલાના માલિક દ્વારા કરવામાં આવ્યા છે.
નવસારી તાલુકાના વાડા ગામના સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈ ચંપાબેન પટેલના તબેલાને તોડવાની કામગીરી માટે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તબેલાના માલિક અને સરપંચ વચ્ચે તબેલો તોડવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને લઈ ચંપાબેન પટેલે સરપંચની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, પંચાયત કે તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. તંત્ર કે સરપંચ તરફથી કોઈપણ પ્રકારની કાયદેસરની નોટિસ આપ્યા વિના અચાનક પોલીસ પ્રોટેક્શન અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી તોડકામ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઘટનાના પગલે આજુબાજુના ગામોમાં પણ ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક ગામજનો ચંપાબેનના સમર્થનમાં આવી પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ગામજનોમાં એવી ચર્ચા થઈ રહી છે કે જો રસ્તો પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો અસરગ્રસ્તોને અગાઉથી નોટિસ આપી જાણ કરવી જોઈએ તેમજ તેમને રજૂઆત કરવા માટે યોગ્ય સમય આપવો જરૂરી છે.
આ સાથે સરપંચ દ્વારા હાથ ધરાયેલી સમગ્ર કામગીરીની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ગામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
ઓછા સમયમાં રકમ બમણી કરવાની લાલચ આપી નવસારીની વી.એન.એસ. પેઢીના માલિક સાથે 3 શખ્સોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી
વી.એન.એસ. પેઢીના મેનેજર સાથે મળી મહિલા અને તેના પાર્ટનરે માલિક તથા તેના મિત્રો પાસેથી ₹42.85 લાખ લઈ પરત ન કર્યા હોવાનો આક્ષેપ નવસારી : નવસારીમાં એક મહિલા અને તેના પાર્ટનરે વી.એન.એસ. પેઢીના મેનેજર સાથે મળી પેઢીના માલિક તથા તેના મિત્રોને ઓછા સમયમાં રોકાણની રકમ બમણી કરવાની લાલચ આપી કુલ ₹42.85 લાખ લઈ પરત ન કરતાં…
વધુ વાંચોનવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નં. 6માં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો
શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા નવસારી : નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નંબર 6માં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સ્પર્ધાઓ તથા મટકીફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી શણગાર સ્પર્ધા તેમજ શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રશ્નોત્તરી…
વધુ વાંચોડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો
વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી…
વધુ વાંચોટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવ્યા
ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી નવસારી : ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવા ઇસ્યુ કરવામાં આવતા ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવતા ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક માછીમારો બોટમાં ઓનલાઈન ટોકનમાં નોંધ…
વધુ વાંચો




