તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો

ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 31 min ago 0
વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી…

વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી

નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર તથા આઈપીએસ સુનીલકુમાર ગૌતમ તરીકે ખોટી ઓળખ આપી હતી. વૃદ્ધનું નામ મની લોન્ડરિંગના કેસમાં જોડાયેલું હોવાનું જણાવી તેમને ભયભીત કરવામાં આવ્યા હતા.

આરોપીઓએ વૃદ્ધને વીડિયો કોલ કરી પોલીસનો પહેરવેશ ધારણ કર્યો હતો તેમજ દિલ્હી પોલીસના લોગોવાળો કમ્પ્લેન્ટ એક્નોલેજમેન્ટ હેડિંગ ધરાવતો લેટર, વૃદ્ધના નામનું એરેસ્ટ વોરંટ તથા આરબીઆઈના સિક્કા અને લોગોવાળો ખોટો લેટર મોકલ્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી તેમની પાસેથી કુલ ₹39.80 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પોલીસે તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસના આધારે મની ટ્રેલને ફોલો કરી ₹39.80 લાખમાંથી ₹24.30 લાખ પોતાના ખાતામાં મેળવનાર આરોપીની સંડોવણી અંગે મહત્વપૂર્ણ પુરાવા મેળવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીના ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવવામાં આવ્યા હતા.

પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી કર્ણાટકના બેંગ્લોર સ્થિત સોનેનાહાલી, ફર્સ્ટ સી.આર.સી., ફર્સ્ટ બ્લોક, એસ.એમ.વી. સુખી નીલાયા ખાતેથી સંદેશ યમાદુરુ મારીગૌંડાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી નવસારી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

નવસારી 28 min ago

નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નં. 6માં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો

શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા નવસારી : નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નંબર 6માં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સ્પર્ધાઓ તથા મટકીફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી શણગાર સ્પર્ધા તેમજ શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રશ્નોત્તરી…

વધુ વાંચો
નવસારી 33 min ago

ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવ્યા

ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી નવસારી : ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવા ઇસ્યુ કરવામાં આવતા ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવતા ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક માછીમારો બોટમાં ઓનલાઈન ટોકનમાં નોંધ…

વધુ વાંચો
નવસારી 35 min ago

નવસારીમાં વડાપ્રધાનના આગમનને પગલે જલાલપોર ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી

નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા સ્થળની તૈયારીઓની આર.સી. પટેલે સમીક્ષા કરી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં જર્જરિત-ખંડેર મિલકતોનો બાકી વેરો 10 દિવસમાં ભરવા મનપાની સૂચના

નિયત સમયમર્યાદામાં વેરો નહીં ભરાય તો મિલકતની આકારણી રદ અને વધારાનો વેરો લાદવાની કાર્યવાહી નવસારી : નવસારીમાં આવેલી જર્જરિત અને બિન-ઉપયોગી મિલકતોના બાકી વેરાની વસૂલાત અંગે નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે કડક વલણ અપનાવ્યું છે. મનપા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સંબંધિત મિલકતધારકોએ આગામી 10 દિવસમાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવો પડશે. નવસારી મહાનગરપાલિકા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો