Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી

South Republic DeskMonday, 31 August 2026 1 min read · 2 hr ago 0
જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…

જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંવાદ યોજ્યો હતો. મંત્રીએ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની બનાવટ તથા તેના જમીન પર થતા હકારાત્મક પ્રભાવો નિહાળ્યા હતા. ખેતરમાં અળસિયાની સક્રિયતા અને જમીનની ફળદ્રુપતા જોઈને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી મુક્તિ મેળવીને જમીનની કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની સૌથી મોટી આવશ્યકતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સાથેની ચર્ચા દરમિયાન મંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ઉત્પાદન ખર્ચમાં શૂન્ય અથવા નહિવત ખર્ચ થતો હોવાના ફાયદાઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગાય આધારિત ખેતીથી જમીનની જળ સંગ્રહ શક્તિ વધે છે, પર્યાવરણનું રક્ષણ થાય છે અને ગ્રાહકોને ઝેરમુક્ત પૌષ્ટિક ખોરાક મળી રહે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો વ્યાપક લાભ લેવા તેમણે આહવાન કર્યું હતું.

આ મુલાકાત વેળાએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, નાયબ ખેતી નિયામક પિયુષભાઇ ચૌધરી, નાયબ બાગાયત નિયામક તુષારભાઈ ગામિત તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

Related Stories · સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ

સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…

Read more
ડાંગ 2 hr ago

રક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા

એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…

Read more
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લામાં ગામેગામ મન કી બાત કાર્યક્રમનું શ્રવણ

137મા એપિસોડમાં નશામુક્ત ભારત, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને યુવાનો-દીકરીઓ માટેની તકો સહિતના વિષયો પર વડાપ્રધાનનો સંદેશ ડાંગ : સમગ્ર ડાંગ જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 137માં એપિસોડનું ગામેગામ સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો એકત્રિત થઈને સવારે 11 વાગ્યે પ્રસારિત થયેલા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક…

Read more
ડાંગ 2 hr ago

સેવાધામ ખાતે 176 ભાઈ-બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરાયા

સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતની વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા ખાતે ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર ભાઈ-બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતના વિવિધ લાઇફ સ્કિલ અને વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમોનું આયોજન…

Read more
આજનું ઈ-પેપર વાંચો