સેવાધામ ખાતે 176 ભાઈ-બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરાયા
સેવાધામ ખાતે 176 ભાઈ-બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરાયા
સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતની વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ
ડાંગ : ડાંગ જિલ્લાના આહવા ખાતે ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર ભાઈ-બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતના વિવિધ લાઇફ સ્કિલ અને વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર કુલ 176 ભાઈ-બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ તુલસીભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નવી પેઢી માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતી સીમિત ન રહે, પરંતુ વિવિધ લાઇફ સ્કિલ અને વ્યવસાયલક્ષી કૌશલ્યો શીખીને આત્મનિર્ભર બને અને જીવનમાં આગળ વધે તે જરૂરી છે. તાલીમ પૂર્ણ કરનાર ભાઈ-બહેનોએ પ્રાપ્ત કરેલા કૌશલ્યોનો ઉપયોગ કરીને રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી કરી શકે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
Related Stories · સંબંધિત સમાચાર
સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…
Read moreરાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…
Read moreરક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા
એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…
Read moreડાંગ જિલ્લામાં ગામેગામ મન કી બાત કાર્યક્રમનું શ્રવણ
137મા એપિસોડમાં નશામુક્ત ભારત, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને યુવાનો-દીકરીઓ માટેની તકો સહિતના વિષયો પર વડાપ્રધાનનો સંદેશ ડાંગ : સમગ્ર ડાંગ જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 137માં એપિસોડનું ગામેગામ સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો એકત્રિત થઈને સવારે 11 વાગ્યે પ્રસારિત થયેલા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક…
Read more




