Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

રક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા

રક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા

South Republic DeskMonday, 31 August 2026 1 min read · 2 hr ago 0
એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…

એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો

ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે.

ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70 જેટલી વિધવા અને વડીલ બહેનો માટે પ્રસિદ્ધ આદિવાસી તીર્થધામ દેવમોગરા માતાજીના દર્શનનો એક વિશેષ અને યાદગાર સેવાભાવી પ્રવાસ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે રક્ષાબંધનનું પર્વ આશીર્વાદ અને સ્નેહનું પર્વ માનવામાં આવે છે. સમાજમાં એવી ઘણી બહેનો છે જેઓ ઘર-પરિવારની આર્થિક અને સામાજિક જવાબદારીઓને કારણે લાંબા સમયથી કોઈ ધાર્મિક સ્થળે જઈ શકી ન હતી. આ બહેનોની લાગણી સમજીને શ્યામભાઈ માહલા દ્વારા આ ખાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવમોગરા ખાતે પહોંચ્યા બાદ આદિવાસી પરંપરા મુજબ પૂજા અને ગરબાનું આયોજન કરતા, તમામ બહેનોએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા અનુસાર માતાજીની પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. દર્શન કર્યા બાદ મંદિરના વિશાળ પરિસરમાં બહેનો ઉત્સાહપૂર્વક પરંપરાગત ગરબા રમ્યા હતા અને આનંદની ક્ષણો માણી હતી.

આ પ્રસંગે ભાવુક બનેલી બહેનોએ જણાવ્યું હતું કે, અમે દૈનિક ઘરકામ અને પરિસ્થિતિના કારણે ક્યારેય બહાર પ્રવાસે જઈ શક્યા નથી. શ્યામભાઈના આ પ્રયાસથી આજે આપણી આરાધ્ય દેવી દેવમોગરા માતાજીના દર્શન કરવાનો લહાવો મળ્યો છે, જે અમારા માટે અત્યંત આનંદની વાત છે. દર્શન બાદ તમામ બહેનોએ શ્યામભાઈ માહલાને હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા અને તેઓ સમાજ માટે આવી જ રીતે સતત સેવા કાર્ય કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી.

રક્ષાબંધન જેવા તહેવારને માત્ર ઉજવણી સુધી સીમિત ન રાખીને સમાજના જરૂરિયાતમંદ વર્ગ સાથે ખુશીઓ વહેંચવાનો શ્યામભાઈ માહલાનો આ પ્રયાસ સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રશંસા પામી રહ્યો છે.

Related Stories · સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ

સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…

Read more
ડાંગ 2 hr ago

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી

જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…

Read more
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લામાં ગામેગામ મન કી બાત કાર્યક્રમનું શ્રવણ

137મા એપિસોડમાં નશામુક્ત ભારત, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને યુવાનો-દીકરીઓ માટેની તકો સહિતના વિષયો પર વડાપ્રધાનનો સંદેશ ડાંગ : સમગ્ર ડાંગ જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 137માં એપિસોડનું ગામેગામ સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો એકત્રિત થઈને સવારે 11 વાગ્યે પ્રસારિત થયેલા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક…

Read more
ડાંગ 2 hr ago

સેવાધામ ખાતે 176 ભાઈ-બહેનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરાયા

સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતની વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા ખાતે ડૉ. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ (સેવાધામ) દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરનાર ભાઈ-બહેનો માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા સીવણ, કોમ્પ્યુટર, સુથાર અને પ્લમ્બર સહિતના વિવિધ લાઇફ સ્કિલ અને વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમોનું આયોજન…

Read more
આજનું ઈ-પેપર વાંચો