સુબીરના નંદની વન બચત જૂથ દ્વારા વૈજ્ઞાનિક ઢબે મશરૂમ ઉત્પાદનનો સફળ પ્રયોગ
સુબીરના નંદની વન બચત જૂથ દ્વારા વૈજ્ઞાનિક ઢબે મશરૂમ ઉત્પાદનનો સફળ પ્રયોગ
DRDA-NRLM યોજના થકી આદિવાસી મહિલાઓએ મશરૂમ અને સ્પોન ઉત્પાદન દ્વારા સ્વરોજગારી સાથે આર્થિક સ્વનિર્ભરતા મેળવી
ડાંગ : રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ મારફતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ડાંગ જિલ્લાના સુબીર ખાતે સખી મંડળની બહેનોએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગ-આહવા અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સંચાલિત નંદની વન બચત જૂથ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી મશરૂમ ઉત્પાદનની સફળ પહેલ કરવામાં આવી છે. સ્વસહાય જૂથની મહિલાઓ પરંપરાગત પ્રવૃત્તિઓથી આગળ વધીને ગુણવત્તાયુક્ત મશરૂમનું ઉત્પાદન કરી રહી છે.
જૂથ દ્વારા ઉત્પાદિત મશરૂમનું સ્થાનિક બજારમાં સીધું વેચાણ કરવામાં આવે છે, જેના કારણે બહેનોને નિયમિત અને સંતોષકારક આવક મળી રહી છે. મશરૂમ ઉત્પાદન ઉપરાંત જૂથ દ્વારા મશરૂમના બિયારણ એટલે કે સ્પોનનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
સ્પોનના વેચાણ થકી જૂથ વધારાની આવક મેળવી રહ્યું છે. સાથે જ ડાંગ જિલ્લાના અન્ય ખેડૂતો અને મહિલાઓને પણ મશરૂમ ઉત્પાદન સાથે જોડાવા માટે પ્રેરણા અને જરૂરી તાલીમબદ્ધ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રવૃત્તિથી જૂથ સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનવાની સાથે તેમના આત્મવિશ્વાસ અને નિર્ણયક્ષમતામાં પણ વધારો થયો છે. નંદની વન બચત જૂથની આ પહેલ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ગામના સંકલ્પને સાકાર કરતી પ્રેરણાદાયી કામગીરી બની છે.
સંબંધિત સમાચાર
આહવામાં નેશનલ લોક અદાલત યોજાઈ, 200થી વધુ કેસોનો નિકાલ
ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય માટે આયોજન, ચાર બેંકો, DGVCL અને સખી વન સ્ટોપ સેન્ટરની સહભાગિતા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કોર્ટ અને સેશન કોર્ટ બિલ્ડિંગમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા આયોજિત લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને…
વધુ વાંચોહવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર
વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ…
વધુ વાંચોડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન
ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, આંગણવાડી-શાળા સહિત વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા ડાંગ : સ્વચ્છતા અને સંવેદનાના સુભગ સમન્વય સાથે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવાના હેતુથી ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વઘઈ તાલુકાના દગડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત ન રહી સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્વચ્છતાનું…
વધુ વાંચોઆહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચો




