તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

વઘઈ-સાપુતારા પોલીસ દ્વારા રૂ. 9.27 લાખથી વધુના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ

વઘઈ-સાપુતારા પોલીસ દ્વારા રૂ. 9.27 લાખથી વધુના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 1 day ago 0
વર્ષ 2025-26ના કુલ 29 ગુનાઓમાં જપ્ત 6013 બોટલ/ટીન કોર્ટના હુકમ મુજબ નાશ કરાયા ડાંગ : ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ તથા બીયરના મુદ્દામાલનો કોર્ટના…

વર્ષ 2025-26ના કુલ 29 ગુનાઓમાં જપ્ત 6013 બોટલ/ટીન કોર્ટના હુકમ મુજબ નાશ કરાયા

ડાંગ : ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ તથા બીયરના મુદ્દામાલનો કોર્ટના હુકમ મુજબ નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો હતો.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પ્રીતિ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વઘઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 અને 2026 દરમિયાન નોંધાયેલા કુલ 16 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ તથા બીયરની 1513 બોટલ/ટીનનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 2,60,602 હતી.

જ્યારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 અને 2026 દરમિયાન નોંધાયેલા કુલ 13 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ તથા બીયરની 4500 બોટલ/ટીનનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 6,66,946 હતી.

આમ, વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશનના મળી કુલ 29 પ્રોહિબિશન ગુનાઓના 6013 બોટલ/ટીન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 9,27,548 હતી.

મુદ્દામાલ નાશની સમગ્ર કાર્યવાહી આહવા-ડાંગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ યુ.વી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી, નશાબંધી અને આબકારી અધિક્ષક એ.એસ. પટેલ, વઘઈ મામલતદાર એ.જે. ચૌહાણ, વઘઈ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ. ચાવડા, સાપુતારા પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે. બારીયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

ડાંગ 5 min ago

આહવામાં નેશનલ લોક અદાલત યોજાઈ, 200થી વધુ કેસોનો નિકાલ

ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય માટે આયોજન, ચાર બેંકો, DGVCL અને સખી વન સ્ટોપ સેન્ટરની સહભાગિતા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કોર્ટ અને સેશન કોર્ટ બિલ્ડિંગમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા આયોજિત લોક અદાલતનો મુખ્ય હેતુ નાગરિકોને…

વધુ વાંચો
ડાંગ 7 min ago

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં મેઘમહેર

વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદી માહોલથી પ્રવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર ડાંગ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ડાંગના લીલાછમ જંગલો, પહાડીઓ અને કુદરતી સૌંદર્યમાં વધુ નિખાર આવ્યો છે. ખાસ…

વધુ વાંચો
ડાંગ 9 min ago

ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામની મુલાકાત દરમિયાન વિશેષ સફાઈ અભિયાન

ગ્રામજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો, આંગણવાડી-શાળા સહિત વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા ડાંગ : સ્વચ્છતા અને સંવેદનાના સુભગ સમન્વય સાથે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવાના હેતુથી ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વઘઈ તાલુકાના દગડીઆંબા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત ન રહી સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્વચ્છતાનું…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી

રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો