વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી
વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી
મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો; રમતગમત, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવાઈ
ડાંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે સુરત મહેસૂલ વિભાગના સ્ટેમ્પ ડેપ્યુટી અંકિતભાઈએ પોતાના જીવનસંઘર્ષના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા. કૉલેજના આચાર્ય ડૉ. જે.એમ. ભોયાએ મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓને યાદ કરી પરંપરાગત રમતોના જતન તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. વિજયભાઈએ વિદ્યાર્થીઓને “મહેનતને મિત્ર બનાવો”નો સંદેશ આપ્યો હતો, જ્યારે પ્રા. રાકેશભાઈ નાયકાએ રમતગમત દ્વારા આત્મવિશ્વાસ અને એકાગ્રતા કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થિની કુંવર સેજલે હોકી રમતના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત 45 વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ રમતગમત, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.આઈ. ભુપેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સંચાલન ડૉ. વિજયભાઈએ સંભાળ્યું હતું.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા
આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…
Read moreમરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ
મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…
Read moreકાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…
Read moreપ્રજાપતિ વાડી પાછળ ગટરનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ
ત્રણ મહિના બાદ પણ રિપેરિંગ નહીં; અન્ય એક સ્થળે પણ સ્લેબ નબળી હાલતમાં હોવાથી તાત્કાલિક કામગીરીની માંગ નવસારી : નવસારીના પ્રજાપતિ વાડી પાછળ તેમજ મહિલા કોલેજના પાછળના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો આવેલા છે. આ મકાનો પાસેથી બોક્સ ગટર પસાર થાય છે અને સ્થાનિક રહીશો રોજિંદી અવરજવર માટે ગટર ઉપરના સ્લેબનો ઉપયોગ કરે છે. જોકે આશરે…
Read more




