Sunday, 30 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

અટગામ-ચીખલી રોડ પર ₹10.20 લાખના વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપાઈ, બેની ધરપકડ

અટગામ-ચીખલી રોડ પર ₹10.20 લાખના વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપાઈ, બેની ધરપકડ

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 46 min ago 0
સ્ટેટ મોનીટરીંગ સેલે મલીયાધરા ગામ પાસે કાર્યવાહી કરી કુલ ₹30.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; છ આરોપી વોન્ટેડ નવસારી : અટગામ-ચીખલી રોડ પર મલીયાધરા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી હતી. કારમાંથી રૂ. 10.20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે બે આરોપીઓને ઝડપી […]

સ્ટેટ મોનીટરીંગ સેલે મલીયાધરા ગામ પાસે કાર્યવાહી કરી કુલ ₹30.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; છ આરોપી વોન્ટેડ

નવસારી : અટગામ-ચીખલી રોડ પર મલીયાધરા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી હતી. કારમાંથી રૂ. 10.20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ મામલે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને બાતમી મળી હતી કે નવસારીમાં રહેતો નસીમુદ્દીન ઉર્ફે આઝાદ દમણથી તેના માણસો મારફતે ગ્રે રંગની ફોર્ચ્યુનર કાર નં. GJ-05-TC-0170માં વિદેશી દારૂનો જથ્થો ભરાવી સુરત તરફ મોકલવાનો છે. આ કાર આગળ બીજી સ્કોર્પિયો કાર મારફતે પાયલોટિંગ કરવામાં આવનાર હોવાની પણ પોલીસને માહિતી મળી હતી.

બાતમીના આધારે પોલીસે મલીયાધરા ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી રૂ. 10,20,960ની કિંમતની વિદેશી દારૂની કુલ 4,484 બોટલો મળી આવી હતી.

પોલીસે આ મામલે વાપી તાલુકાના બલીઠા ગામના જીતુ ઉર્ફે યતિન કિશોરભાઈ રાઠોડ તથા પારડી તાલુકાના સરોધી ગામના મીત ઉર્ફે મીતલો નટવરભાઈ માહ્યાવંશીને ઝડપી પાડ્યા હતા.

આ કેસમાં દારૂનો જથ્થો મોકલાવવાનો આક્ષેપ ધરાવતા નવસારીના નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો નીઝામુદ્દીન હાફેઝ ઉપરાંત સુરતના વિવેક, દમણના શાહબાજ અને પગલો તેમજ દારૂ મંગાવનાર તથા કાર માલિક સહિત કુલ છ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 10,20,960નો વિદેશી દારૂ, રૂ. 20 હજારનો મોબાઇલ ફોન તથા અંદાજે રૂ. 20 લાખની ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂ. 30,40,960નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે આગળની તપાસ પી.આઈ. વી.જી. ભરવાડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 36 min ago

વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી

મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો; રમતગમત, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવાઈ ડાંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સુરત મહેસૂલ વિભાગના સ્ટેમ્પ […]

Read more
નવસારી 38 min ago

જલાલપોર તાલુકા પંચાયતની લિફ્ટ મહિના બાદ પણ બંધ, અરજદારો અને કર્મચારીઓ પરેશાન

પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાતા સેવા બંધ થઈ હતી; દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત અરજદારોને દાદર ચઢવાની ફરજ નવસારી : જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં પૂરના પાણી લિફ્ટના નીચેના ભાગમાં ભરાઈ જતા લિફ્ટ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં લિફ્ટ ફરી શરૂ ન થતા કચેરીમાં આવતા અરજદારો તેમજ […]

Read more
નવસારી 6 hr ago

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

સાગરખેડૂઓએ દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી સુરક્ષિત અને સમૃદ્ધ માછીમારી સીઝન માટે પ્રાર્થના કરી નવસારી: બીલીમોરા સ્થિત ઐતિહાસિક ધોલાઈ બંદરે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નાળિયેરી પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાગરખેડૂ સમુદાય દ્વારા દરિયાદેવનું પૂજન-અર્ચન કરી નવી માછીમારી સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માછીમાર પરિવારોએ ઢોલ-શરણાઈના તાલે વાજતે-ગાજતે બંદરે પહોંચ્યા હતા અને દરિયાદેવને શ્રીફળ અર્પણ […]

Read more
નવસારી 7 hr ago

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી સાથે માછીમારોએ દરિયાદેવનું પૂજન કરી નવી માછીમારી સીઝનમાં સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

Read more
આજનું ઈ-પેપર વાંચો