તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

South Republic DeskSunday, 30 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી સાથે માછીમારોએ દરિયાદેવનું પૂજન કરી નવી માછીમારી સીઝનમાં સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

સાગરખેડૂઓએ દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી સુરક્ષિત અને સમૃદ્ધ માછીમારી સીઝન માટે પ્રાર્થના કરી

નવસારી: બીલીમોરા સ્થિત ઐતિહાસિક ધોલાઈ બંદરે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નાળિયેરી પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાગરખેડૂ સમુદાય દ્વારા દરિયાદેવનું પૂજન-અર્ચન કરી નવી માછીમારી સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માછીમાર પરિવારોએ ઢોલ-શરણાઈના તાલે વાજતે-ગાજતે બંદરે પહોંચ્યા હતા અને દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી બોટનું વિધિવત પૂજન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં અંદાજે 25 હજારથી વધુ પરિવારો દરિયાઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ એવા ધોલાઈ બંદરેથી એકલા 4 હજારથી વધુ માછીમારો દરિયો ખેડવા જાય છે.

નવસારી અને વલસાડ જિલ્લાની મળીને 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારો નાળિયેરી પૂનમ બાદ નવી સીઝન માટે દરિયામાં જવાની તૈયારીઓ શરૂ કરે છે.

ત્યારે આજે ચોમાસાના વિરામ બાદ શરૂ થતી નવી માછીમારી સીઝનમાં સારો વ્યવસાય અને રોજગારી મળે તેમજ દરિયામાં તમામ સાગરખેડૂઓ સલામત રહે તે માટે માછીમારોએ પ્રાર્થના કરી હતી.

દરિયાદેવની પૂજા સાગરખેડૂઓ માટે રોજીરોટીની સમૃદ્ધિ અને દરિયાઈ સુરક્ષાની આસ્થા સાથે જોડાયેલી છે.

સ્થાનિક અગ્રણી ભરતભાઈનું નિવેદન

સ્થાનિક અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે, દરિયો સાગરખેડૂઓ માટે સાક્ષાત દેવ સમાન છે. પવિત્ર એકાદશીના દિવસે દરિયાદેવને ઘરે સ્થાપિત કરી પાંચ દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણી પૂર્ણિમાના દિવસે કળશયાત્રા અને શોભાયાત્રા સાથે દરિયાકિનારે આવી દરિયાદેવનું પૂજન તથા બોટની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. તોફાની દરિયો શાંત રહે અને સાગરખેડૂઓનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

માછીમાર રમણીકલાલ ટંડેલનું નિવેદન

માછીમાર રમણીકલાલ ટંડેલે જણાવ્યું હતું કે, નાળિયેરી પૂનમના દિવસથી દરિયાનું બળ ઓછું થતું હોવાથી આ તહેવારને 'બળેવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. દરિયામાં નાળિયેર પધરાવી અને હોડીઓની પૂજા કર્યા બાદ સાગરખેડૂઓ નવી આશા અને ઉત્સાહ સાથે આગામી માછીમારી સીઝન માટે ઊંડા દરિયામાં રવાના થશે.

સંબંધિત સમાચાર

નવસારી 7 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 7 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો