Sunday, 30 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

South Republic DeskSunday, 30 August 2026 1 min read · 3 hr ago 0
સાગરખેડૂઓએ દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી સુરક્ષિત અને સમૃદ્ધ માછીમારી સીઝન માટે પ્રાર્થના કરી નવસારી: બીલીમોરા સ્થિત ઐતિહાસિક ધોલાઈ બંદરે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નાળિયેરી પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાગરખેડૂ સમુદાય દ્વારા દરિયાદેવનું પૂજન-અર્ચન કરી નવી માછીમારી સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માછીમાર પરિવારોએ ઢોલ-શરણાઈના તાલે વાજતે-ગાજતે બંદરે પહોંચ્યા હતા અને દરિયાદેવને શ્રીફળ અર્પણ […]

સાગરખેડૂઓએ દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી સુરક્ષિત અને સમૃદ્ધ માછીમારી સીઝન માટે પ્રાર્થના કરી

નવસારી: બીલીમોરા સ્થિત ઐતિહાસિક ધોલાઈ બંદરે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નાળિયેરી પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાગરખેડૂ સમુદાય દ્વારા દરિયાદેવનું પૂજન-અર્ચન કરી નવી માછીમારી સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માછીમાર પરિવારોએ ઢોલ-શરણાઈના તાલે વાજતે-ગાજતે બંદરે પહોંચ્યા હતા અને દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી બોટનું વિધિવત પૂજન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં અંદાજે 25 હજારથી વધુ પરિવારો દરિયાઈ વ્યવસાય સાથે જોડાયેલા છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ એવા ધોલાઈ બંદરેથી એકલા 4 હજારથી વધુ માછીમારો દરિયો ખેડવા જાય છે. નવસારી અને વલસાડ જિલ્લાની મળીને 1200થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારો નાળિયેરી પૂનમ બાદ નવી સીઝન માટે દરિયામાં જવાની તૈયારીઓ શરૂ કરે છે. ત્યારે આજે ચોમાસાના વિરામ બાદ શરૂ થતી નવી માછીમારી સીઝનમાં સારો વ્યવસાય અને રોજગારી મળે તેમજ દરિયામાં તમામ સાગરખેડૂઓ સલામત રહે તે માટે માછીમારોએ પ્રાર્થના કરી હતી. દરિયાદેવની પૂજા સાગરખેડૂઓ માટે રોજીરોટીની સમૃદ્ધિ અને દરિયાઈ સુરક્ષાની આસ્થા સાથે જોડાયેલી છે.

સ્થાનિક અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે, દરિયો સાગરખેડૂઓ માટે સાક્ષાત દેવ સમાન છે. પવિત્ર એકાદશીના દિવસે દરિયાદેવને ઘરે સ્થાપિત કરી પાંચ દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણી પૂર્ણિમાના દિવસે કળશયાત્રા અને શોભાયાત્રા સાથે દરિયાકિનારે આવી દરિયાદેવનું પૂજન તથા બોટની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. તોફાની દરિયો શાંત રહે અને સાગરખેડૂઓનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

માછીમાર રમણીકલાલ ટંડેલે જણાવ્યું હતું કે, નાળિયેરી પૂનમના દિવસથી દરિયાનું બળ ઓછું થતું હોવાથી આ તહેવારને ‘બળેવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરિયામાં નાળિયેર પધરાવી અને હોડીઓની પૂજા કર્યા બાદ સાગરખેડૂઓ નવી આશા અને ઉત્સાહ સાથે આગામી માછીમારી સીઝન માટે ઊંડા દરિયામાં રવાના થશે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 5 hr ago

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે

ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી સાથે માછીમારોએ દરિયાદેવનું પૂજન કરી નવી માછીમારી સીઝનમાં સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

Read more
નવસારી 5 hr ago

સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા માંગ

બીલીમોરા નગરપાલિકાના સભ્યએ સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી અને છેલ્લા બે મહિનાથી બંધ બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી.

Read more
નવસારી 5 hr ago

બીલીમોરામાં સમાજના રક્ષકોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ

રક્ષાબંધન પર્વે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા કાર્યકરોએ પોલીસ, ફાયર અને આરોગ્ય કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી તેમની સેવાભાવનાનું સન્માન કર્યું.

Read more
નવસારી 5 hr ago

નવસારીમાં ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન તહેવારની ઉજવણી કરાઈ

નવસારીમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.

Read more
આજનું ઈ-પેપર વાંચો