સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા માંગ
સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા માંગ
બીલીમોરા : સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા માંગ કરી બીલીમોરા નગરપાલિકાના સભ્યએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.
બીલીમોરા નગરપાલિકાના સભ્ય મલંગ કોલીયાએ ચીફ ઓફિસરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલો લાઈટ જેનો વર્કઓર્ડર 2025 માં આપવામાં આવ્યો હતો. જે કામ 78 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે.
આ લાઈટ છેલ્લા બે મહિનાથી બંધ છે. જે બાબતે વાંરવાર મૌખિક રજુઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી લાઈટ ચાલુ થઇ નથી. જેથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
આ કોન્ટ્રાકટરની મુદ્દત 2028 સુધીની છે. રીપેર તેમજ જરૂરી વાયરો બદલવાની પાલિકા તરફથી નોટીસ આપવામાં આવે, પરંતુ બીજી નોટીસ હજી સુધી મળી નથી. ગત 4થી ઓગષ્ટે મોકલાવેલી નોટીસ પાછી આવી છે.
દુખની વાત એ છે નગરપાલીકાની ઓફીસ કે જ્યાં ચીફ ઓફિસર અને અધિકારી બેસે છે તેની પાછળનો જ ભાગ છે. તેમ છતાં લાઈટો બંધ રહે તો શા માટે અત્યાર સુધી પગલા લેવામાં ન આવ્યા અને નોટીસ પરત કેમ આવી તેવો સવાલ પૂછી તપાસ કરવાની માંગ કરી છે.
હાલમાં શ્રાવણ માસ ચાલે છે અને હજરો લોકો દર્શનાર્થે આવે છે. તળાવ પણ ભરેલું છે. જેની પાસેથી રોડ પસાર થાય છે તે હાલ ઈમરજન્સી વાહનો માટે ઘણો ઉપયોગી છે.
જો 10 દિવસમાં બંધ લાઈટો ચાલુ કરવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




